બોલ ચમકાવવા આઈસીસી બીજો વિકલ્પ લાવેઃ ભૂવનેશ્વર કુમાર

0
12
Share
Share

નવી દિલ્હી,તા.૨૯

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધથી ખુશ નથી. તેણે કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ આનો વિકલ્પ જલ્દી લાવવો જોઈએ. બોલને સ્વિંગ કરાવવા માટે બોલરને બોલ ચમકાવવો પડે છે. આ પહેલા જસપ્રિત બુમરાહ પણ આ જ વાત કહી હતી. તાજેતરમાં આઈસીસીએ કોરોનાવાયરસને કારણે મેચ દરમિયાન બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. દરેક ટીમને ઇનિંગ્સમાં બે વાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત પેનલ્ટી તરીકે બેટિંગ કરનારી ટીમના ખાતામાં ૫ રન ઉમેરવામાં આવશે. ભુવનેશ્વરે એક વેબિનારમાં કહ્યું, “હું આશા રાખું છું કે આઈસીસી બોલને ચમકાવવા માટે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ લાવશે. તમને તેની સૌથી વધુ જરૂર ઇંગ્લેન્ડ જેવી સ્વિંગ કન્ડિશનમાં બોલિંગ કરતી વખતે પડશે. સ્પિનર્સને પણ આની જરૂર રહેશે.

બુમરાહે કહ્યું, “બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધથી રમત સંપૂર્ણપણે બદલાઈ જશે. આનો સંપૂર્ણ લાભ બેટ્‌સમેનને મળશે. પહેલેથી જ, ગ્રાઉન્ડ નાનું થઈ રહ્યું છે અને વિકેટ ફ્લેટ છે. આવી સ્થિતિમાં, બોલર્સને લાળની જગ્યાએ બોલ ચમકાવવા અન્ય કોઈ વિકલ્પ મળવો જોઈએ જેથી સ્વિંગ અથવા રિવર્સ સ્વિંગ મળી શકે છે.

ભારતના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને સ્પિનર ??યુઝવેન્દ્ર ચહલે પણ બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરના પ્રતિબંધને ખોટો કહ્યો છે. જો આપણે રેડ બોલને ચમકાવીશું નહિ તો તે સ્વિંગ નહિ થાય. જો સ્વિંગ નહિ થાય તો બેટ્‌સમેન માટે બેટિંગ કરવી સરળ થઈ જશે. મારુ માનવું છે કે, મેચ બરાબરીની થવી જોઈએ, સંપૂર્ણ મેચ બેટ્‌સમેનોની તરફેણમાં નહીં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here