બોલો..ઓવૈસીએ ઉ.પ્રદેશ ૨૦૨૨માં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારની નામ જાહેર કર્યું..!!

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૯

યુપીની ચૂંટણી હજી ૨૦૨૨માં યોજાનારી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાના પહેલા ઉમેદવારની જાહેરાત પણ કરી દેવાઈ છે.

આમ તો ઓવૈસી દ્વારા યુપીના નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવા માટે હિલચાલ ચાલી રહી છે પણ  આ જોડાણની જાહેરાત થાય તે પહેલા જ પાર્ટીએ પોતાના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે.યુપીના બલરામપુર જિલ્લામાંથી ડોક્ટરને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે.

આ પહેલા ઓવૈસી સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરને મળી ચુક્યા છે.આ મુલાકાત યુપીની આગામી ચૂંટણીમાં ગઠબંધન માટે હોવાની અટકળો થઈ રહી હતી.

જોકે ચૂંટણીના એક વર્ષ કરતા વધારે સમય પહેલા જ ઉમેદવારનુ નામ જાહેર કરીને અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં પોતાની પાર્ટી પોતાની તમામ તાકાત કામે લગાડીને ચૂંટણી લડશે તેવો આડકતરો સંદેશ આપી દીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here