બોલિવૂડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેની મુંબઈ પોલીસે ૩ કલાક કરી પૂછપરછ

0
15
Share
Share

મુંબઈ,તા.૧૩

બોલિવૂડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે ફિલ્મો કરતા વધારે વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમનું નામ વધુ એક વખત ચર્ચામાં આવી ગયું છે. જણાવી દઈએ કે પૂનમ પાંડેને મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. ત્યાં તેમની અંદાજીત ૩ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે પૂનમ પાંડે ઉપર ગયા વર્ષ ૨૦૨૦માં કોરોના લોકડાઉન દરમિયાન મુંબઈના રોડ ઉપર બીએમડબલ્યુ કારમાં ફરવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં હવે અભિનેત્રીને પૂછપરછ માટે સ્ટેશન બોલાવવામાં આવી છે. જણાવી દઈએ કે અભિનેત્રી પોતાના મિત્ર સૈમ અહમદની સાથે કોરોના લોકડાઉન સમયે મુંબઈના રોડ ઉપર બીએમડબલ્યુ કારમાં ફરતી જોવા મળી હતી.

બંનેએ મુંબઈના બાંદ્રાથી મરીન ડ્રાઈવ સુધી યાત્રા કરી હતી. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે કોરોનાના મામલામાં મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા. એવામાં લોકડાઉનના નિયમોની અવગણના કરવા પર અભિનેત્રી ઉપર કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂનમ પાંડેની વિરૂદ્ધ રાષ્ટ્રીય આપત્તિ અધિનિયમની ધારા ૧૮૮, આઈપીસીની કલમ ૨૬૯ અને ૫૧(બી) મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના થોડા મહિના પછી અભિનેત્રી અને તેમના મિત્રની મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે પછી પૂનમ પાંડે અને તેમના મિત્રને જામીન ઉપર છોડી મુકવામાં આવ્યા હતા.

આ દરમિયાન પોલીસે તેમની કાર પણ જપ્ત કરી લીધી હતી. જોકે આજે આ મામલામાં ફરીથી અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. એ વાત  હજુ સુધી સ્પષ્ટ થઈ નથી કે અભિનેત્રીને આટલા દિવસ પછી કેમ પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કોરોનાની સ્થિતિ મુંબઈમાં સૌથી વધારે કરાબ હતી. સામાન્ય માનવીથી લઈને મોટા મોટા સ્ટારને પોતાના ઘરમાં કેદ થવુ પડ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here