બોલિવૂડ અભિનેતા સની દેઓલ થયા કોરોના સંક્રમિત

0
24
Share
Share

મુંબઈ,તા.૨

બૉલિવૂડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના ગુરદાસપુર સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશ ના સ્વાસ્થ્ય સચિવે મંગળવારે સની દેઓલ કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. સની અંગત પ્રવાસ પર હિમાચલ પ્રદેશ ગયા છે, ત્યાં તેઓ થોડાક દિવસથી કુલ્લુ જિલ્લાના મનાલીમાં સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા છે. ૬૪ વર્ષીય અભિનેતા સની દેઓલે હાલમાં મુંબઈમાં પોતાના ખભાની સર્જરી કરાવી હતી. ત્યારબાદ થોડો સમય આરામ કરવા માટે મનાલીમાં પોતાના ફાર્મ હાઉસ પર આવ્યા હતા.

મળતી જાણકારી મુજબ, ૩ ડિસેમ્બરે સની દેઓલ અને તેમના દોસ્ત મુંબઈ માટે રવાના થવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ હળવો તાવ અને ગળામાં દુખાવો અનુભવાતા તેઓએ પોતાનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો. મળતી માહિતી મુજબ મંગળવારે તેમનો સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચીફ મેડિકલ ઓફિસર મંડી ડૉ. દેવેન્દ્ર શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે.

સની દેઓલ અનેકવાર રજાઓ માણવા માટે હિમાચલ પ્રદેશ આવતા રહેતા હોય છે. તેઓ મનાલીની સુંદર પહાડીઓમાં પોતાની રજાઓને માણતા હોય છે. ખભાની સર્જરી બાદ તેઓ પરિવારની સાથે મનાલી આવ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા જ તેમનો પરિવાર ત્યાંથી પરત ફર્યો હતો. જોકે હવે બૉલિવૂડ અભિનેતા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એવામાં તેમને થોડાક દિવસ હજુ અહીં રોકાવું પડી શકે છે. મળતી માહિતી મુજબ હાલ તેઓ ડૉક્ટર્સની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here