શાહરુખે કહ્યું- આશા છે કે તમે સ્વર્ગમાં પણ બધાને મંત્રમુગ્ધ કરશો
મુંબઈ,તા.૨૬
ફૂટબોલર ડિયેગો આર્મેન્ડો મેરાડોનાના નિધન પર અનેક બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. શાહરુખે મેરાડોનાને યાદ કરીને કહ્યું હતું, ’ડિયેગો મેરાડોના…તમે ફૂટબોલને ઘણું જ સુંદર બનાવી દીધું હતું. તમે બહુ જ યાદ આવશો. આશા છે કે તમે અહીંયા જે રીતે લોકોનું મનોરંજન કર્યું, તે જ રીતે સ્વર્ગમાં પણ તમામને મંત્રમુગ્ધ કરશો. તમારી આત્માને શાંતિ મળે.’
અજયે ભાવુક થઈને કહ્યું હતું, ’અનેક વર્ષો સુધી મેરાડોનાની રમત તથા જીવનને ફોલો કર્યું હતું. ’મૈદાન’ (અજયની અપકમિંગ ફિલ્મ) આ રમતને નજીક લઈ આવી. તે ફૂટબોલના દિગ્ગજ તથા પેશનેટ સ્પોટ્ર્સમેન હતા. તેમના જવાથી દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે.’
પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ’ડિયેગો મેરાડોના તમારી આત્માને શાંતિ મળે. અત્યાર સુધીના સૌથી મહાન ફૂટબોલ પ્લેયર્સમાંથી એક. સાચા લિજેન્ડ.’
શેખર કપૂરે કહ્યું હતું, ’તમારી આત્માને શાંતિ મળે મેરાડોના…પેલે પછી ફૂટબોલના સૌથી મહાન જીનિયસ.’
મહેશ બાબુએ કહ્યું હતું, ’દિગ્ગજનું નિધન…તમારી આત્માને શાંતિ મળે ડિયેગો મેરાડોના.’
પ્રોડ્યૂસર બોની કપૂરે કહ્યું હતું, ’સારો ફૂટબોલર જતો રહ્યો. ’મૈદાન’ની ટીમ ડિયેગા મેરાડોનાના નિધન પર શોક વ્યક્ત કરે છે. દિગ્ગજ ક્યારેય મરતા નથી, તેમની વિરાસત હંમેશાં રહે છે.