બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૌમિત્ર ચેટર્જીનું થયું નિધન

0
23
Share
Share

મુંબઈ,તા.૧૫

જાણીતા બાંગ્લા અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ખુબ જ ગંભીર અને ચિંતાજનક છે. કોલકાતાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટર તેમનું સ્વાસ્થ્ય ફરી સારૂ કરવા માટે છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે. સૌમિત્ર ચેટર્જી સારવાર કરી રહેલા ડોક્ટરોની ટીમે આ જાણકારી શનિવારે આપી હતી. દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ તે કોઈપણ રિસ્પોન્સ નથી કરી રહ્યા. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોમાંથી એક ડોક્ટરે જણાવ્યું હતું કે અમારા તમામ પ્રયત્નો પછી પણ તેમનું સ્વાસ્થ્ય નથી સુધરી રહ્યું. અને તે કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ નથી કરી રહ્યા.

તેમનું સ્વાસ્થ્ય હાલ પહેલા કરતા પણ વધારે ખરાબ છે. તેમને દરેક પ્રકારના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલ તે જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે. એક સમાચાર એજન્સી અનુસાર ડોક્ટરે જણાવ્યું હતું કે કોરોનાના પગલે તેમની નર્વસ સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ છે અને તમામ પ્રકારના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. અમે સ્ટેરોઈડ, ઇમ્યુનોગ્લોબ્યુલિન, કાર્ડિયોલોજી, એન્ટી વાયરલ થેરેપી, ઇમ્યુનોલોજી સહિત તમામ પ્રકારની સારવાર કરવાના પ્રયત્નો કર્યા છે. ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ક્રિટિકલ કેર મેડિસિનના જાણકારની એક મોટી ટીમ છેલ્લા ૪૦ દિવસમાં સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થ્યને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે.

ડોક્ટરે કહ્યું કે અમને દુઃખ છે કે તે હજુ પણ કોઈપણ પ્રતિક્રિયા નથી આપી રહ્યા. અમે હવે છેલ્લો પ્રયાસ કરી રહ્યા છીએ. જો કે તેના પરિવારે તો એમ જ માની લીધુ છે કે તેમની તબિયતમાં કોઈ સુધારો થવાનો નથી. ડોક્ટરોએ કહ્યું કે તેમની તબીયત વધુ ખરાબ થઈ ગઈ છે. અમે સીટી સ્કેન કર્યું છે કે જેથી જાણી શકાય કે કોઈ સમસ્યા છે કે નહીં. અમે એક ઈઈજી કર્યું હતું. પરંતુ તેમના માથાના ભાગમાં ખુબ જ ઓછી ગતીવીધી થઈ રહી છે. તેમની ઓક્સીજનની આવશ્યક્તા વધી ગઈ હતી અને કિડની પણ બરાબર કામ નથી કરી રહી. ૮૫ વર્ષિય અભિનેતાનું ગુરુવારે પહેલી પ્લાસ્મફેરેસિસ અને બુધવારે ટેકોસ્ટોમી કરવામાં આવ્યું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here