બોલિવુડના શ્વાસ ફુલી રહ્યા છે

0
6
Share
Share

ફિલ્મ લીક અને પાયરેસીના ગોરખધંધાના કારણે કરોડોનો ફટકો

ફિલ્મના પરદા પર હીરો ભલે ધુમ મચાવી રહ્યા છે પરંતુ પાયરેસીનો મુકાબલો કરવામાં આ તમામ પણ જીરો સાબિત થઇ રહ્યા છે

ફિલ્મ લીક થવા અને પાયરેસીના ગોરખધંધાના કારણે કરોડોનો ફટકો પડી રહ્યો છે. જેના કારણે હાલના સમયમાં બોલિવુડની મોટી ફિલ્મોના પણ શ્વાસ ફુલાઇ રહ્યા છે. પરદા પાછળના વિલન સક્રિય હોવાના કારણે હિરો પણ હવે જીરો છે. માયાવી સંસાર ફિલ્મો રચે છે. અંધારો થવાની સાતે જ અલગ જીવનના જુદા જુદા રંગ ઉભરી આવે છે.પરંતુ પરદાની પાછળ રહેલા વિલનના કારણે હવે સ્ટોરીમાં ટિ્‌વસ્ટ આવી રહ્યા છે. કલાની ચોરી તરીકે પાયરેસીને જોઇ શકાય છે. ડિજીટલ યુગમાં પાયરેસી પણ હાઇટેક બની ગઇ છે. થિયેટર નહી લેપટોપ અને સ્માર્ટફોનમાં ફિલ્મો ડાઉનલોડ કરવામાં આવે છે. ડિજીટલ નેટવર્કિંગથી પાયરેટેડ ફિલ્મ બોલિવુડની અર્થશાસ્ત્રની તમામ ગણતરીને ઉંઘી વાળી નાંખે છે. કરોડોનો ફટકો ફિલ્મ ઇન્સ્ટ્રીઝને પડી રહ્યો છે. સરકારના આઇટી એક્ટ ધારદાર દેખાઇ રહ્યા નથી. ફિલ્મી હિરો પરદા પર ભલે ધમાલ મચાવે છે પરંતુ પાયરેસીના મુકાબલામાં પણ હિરો પણ જીરો સાબિત થઇ રહ્યા છે. સીડી અને વીડીડી બાદ સૌથી મોટા ગેટવે તરીકે હવે ઇન્ટરનેટ છે. પાયરેસીના સૌથી મોટા ગેટવે તરીકે તેને ગણી શકાય છે.ફિલ્મ પાયરેસીના કારણે બોલિવુડ વર્ષોથી શિકાર છે. દેશમાં ૮૦ અને ૯૦ના દશકમાં લોકો ઘરમાં વીસીઆર પર પાયરેટેડ ફિલ્મો નિહાળતા હતા. વર્ષ ૨૦૦૦ બાદ વીસીડી અને ડીવીડીનો દોર રહ્યો હતો. આ દોરપણ લાંબો ચાલ્યો હતો. કોમ્પ્યુટરથી ફિલ્મીને સીડીમાં કોપી કરી લેવામાં આવતી હતી. ત્યારબાદ આ સીડી એકથી બીજાની પાસે કોઇ ઇનામના રૂપમાં પહોંચી જતી હતી. હવે જ્યારે દુનિયા વધારે વર્તચુઅલ બની ગઇ છે ત્યારે ઇન્ટરનેટ પાયરેસીના ખુબ મોટા ગેટવે તરીકે છે. પરંતુ બોલિવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ઘણા સમયથી પાયરેસીના મુદ્દાપર મૌન છે. હાલના વર્ષોમાં બોલિવુડના કેટલાક ચહેરા હવે પાયરેસીની સામે જાહેરમા વાત કરવા લાગીગયા છે. ફેસબુક અને ટ્‌વીટર પરપાયરેસીની સામે નિવેદન કરવામાં આવી રહ્યા છે. આના કારણોને સમજી લેવાની ખુબ જરૂર છે. વર્ષ ૨૦૦૦ સુધી પાયરેસીના કારણે ફિલ્મના કારોબારને ઓછી અસર થતી હતી. કારણ કે એક પરિવારના લોકો નજીકના સિનેમા હોલમાં જઇને સરળતાથી ફિલ્મ નિહાળી લેતા હતા. વાજબી ટિકિટ હોવાના કારણે ફિલ્મ પરિવારના સભ્યો જોઇ શકતા હતા. પરંતુ મલ્ટીપ્લેક્સના દોરમાં ફિલ્મના ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજની વાત કરવામા ંઆવે તો સુલ્તાન જેવી મોટી ફિલ્મ મેટ્રો શહેરમાં મલ્ટીપ્લેક્સમાં જોવા માટે ચાર સભ્યોના એક પરિવારને ૧૫૦૦થી ૧૮૦૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે. ફિલ્મ જોવાની બાબત મોંઘા સોદા તરીકે છે.  સોશિયલ મિડિયાના કારણે કોઇ પણ ફિલ્મ અંગે લોકોના અભિપ્રાય ઝડપથી ચારેબાજુ ફેલાઇ જાય છે. કોઇ પણ પરિવાર સરેરાશ ફિલ્મને નિહાળવા માટે દોઢ બે હજાર રૂપિયાનો હવે ખર્ચ કરે નહી. આવી સ્થિતીમાં જો ફિલ્મ જોવી જ છે તો કોઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને અથવા તો ૫૦ રૂપિયાની ડીવીડી ખરીદીને જોઇ શકાય છે. આ બાબત ઓછી ખર્ચાળ રહે છે.

પરંતુ મોંઘી ટિકિટનો દોષનો ટોપલો મલ્ટીપ્લેક્સના માલિકો પર નાંખવાની બાબત પણ યોગ્ય નથી. સરકાર  પણ મલ્ટીપ્લેક્સ પર ખુબ ટેક્સ લાગુ કરે છે. જેના કારણે ટિકિટોની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. ઓનલાઇન ટિકિટ બુક કરવા પર એન્ટરટેઇનમેન્ટ અને સર્વિસ ટેક્સ લાગુ થાય છે. સામાન્યરીતે ટિકિટમાં ૪૦ ટકા ટેક્સ અને ૬૦ ટકા થિયેટર ચાર્જ હોય છે. આનાથી આ બાબત સ્પષ્ટ છે કે થિયેટર અથવા તો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ નિહાળવાની સ્થિતીમાં ભારે ટેક્સના મારનો સામનો કરવો પડે છે. આવી સ્થિતીમાં સ્પષ્ટ છે કે થિયેટર માલિક અને સરકાર જો ટેક્સનો બોજ ઓછો કરે તો દર્શકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં સરકારો દ્વારા થિયેટર માલિકોને ટેક્સમાં પૂર્ણ રીતે રાહત આપે છે. સાથે સાથે ટિકિટના ભાવમાં પણ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે. જેના કારણે ફિલ્મને સફળતા મળે છે. સામાન્ય રીતે અમે એવુ સાભળતા નથી કે પાયરેસીના કારણે દક્ષિણ ભારતની ફિલ્મને બોક્સ ઓફિસ પર નુકસાન થયુ છે. ત્દુનિયાભરમાં હાલમાં પાયરેસીની જાળ ઝડપથી ફેલાઇ રહી છે. જેના કારણે બોલિવુડ પર તેનો સકંજો મજબુત થઇ રહ્યો છે. બોલિવુડ ફિલ્મોની હાલત કફોડી બની રહી છે. પહેલા કરતા હવે ફિલ્મોને વધારે નુકસાન થઇ રહ્યુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here