બોલરોના જોરે બીજી ટેસ્ટમાં ઓસી સામે ભારતનું પ્રભુત્વ

0
29
Share
Share

પ્રથમ ઈનિંગ્સમાં સરસાઈ મેળવ્યા બાદ ભારતે ઓસી.ની છ વિકેટ ૧૩૩ રનમાં ખેરવી જીતની આશા મજૂબત કરી

મેલબોર્ન, તા. ૨૮

મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની રમતનો ત્રીજો દિવસ આજે ખતમ થયો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ સ્થિતિમાં દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતના અંતે ૬ વિકેટના નુકસાન પર ૧૩૩ રન બનાવ્યા. આ સાથે જ ઓસી ટીમે ભારતીય ટીમ પર ૨ રનની લીડ મેળવી હતી. હાલમાં કેમરોન ગ્રીન (૧૭ રન) અને પેટ કમિન્સ (૧૫ રન) ક્રિઝ પર છે.

ભારતીય બોલર્સે ત્રીજા દિવસની રમતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ ૧૦ ઓવરમાં ૨૫ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને ૧-૧-૧-૧ વિકેટો મળી હતી. મેચ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પૂર્વ ક્રિકેટર્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનોની વાત કરીએ તો મેથ્યૂ વેડે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે જો બર્ન્સ ૦ રને આઉટ થઈ ગયો હતો. માર્નસ લબુચાને ૨૮ રન જ્યારે સ્ટીવ સ્મિથ ૮ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટ્રેવિસ હેડ ૧૭ અને કેપ્ટન ટિમ પેઈન ૧ રન જ બનાવી શક્યો હતો.

ત્રીજા દિવસે ભારતીય ટીમે પોતાની રમત ૫ વિકેટના નુકસાને ૨૭૭ રનથી શરૂ કરી હતી. જોકે ભારતીય ટીમ ૩૬ રન જ વધારે જોડી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. અજિંક્ય રહાણેએ ૧૧૨ રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે જેમાં રવિન્દ્ર જાડેજાએ ૫૭ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલે પહેલી ઈનિંગ્સમાં ૪૫ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રહાણેએ મેલબોર્ન ટેસ્ટમાં બીજા દિવસે સદી ફટકારી છે. આ રહાણેની ૧૨મી ટેસ્ટ સદી હતી. જેમાં તેણે ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રહાણે મેલબોર્નમાં સદી ફટકારનારો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકરે આ જ મેદાન પર ૧૯૯૯-૨૦૦૦માં સદી ફટકારી હતી.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૧૯૫

ભારત પ્રથમ દાવ :

અગ્રવાલ       એલબી બો. સ્ટાર્ક       ૦૦

ગિલ    કો. પેઇન બો. કમિન્સ   ૪૫

પુજારા  કો. પેઇન બો. કમિન્સ   ૧૭

રહાણે  રનઆઉટ       ૧૧૨

હનુમા વિહારી   કો. સ્મિથ બો. લિયોન   ૨૧

પંત    કો. પેઇન બો. સ્ટાર્ક     ૨૯

જાડેજા  કો. કમિન્સ બો. સ્ટાર્ક    ૫૭

અશ્વિન  કો. લિયોન બો. હેઝલવુડ        ૧૪

ઉમેશ યાદવ    કો. સ્મિથ બો. લિયોન   ૦૯

બુમરાહ કો. હેડ બો. લિયોન      ૦૦

સિરાજ  અણનમ ૦૦

વધારાના               ૨૨

કુલ     (૧૧૫.૧ ઓવરમાં ઓલઆઉટ)  ૩૨૬

પતન : ૧-૦, ૨-૬૧, ૩-૬૪, ૪-૧૧૬, ૫-૧૭૩, ૬-૨૯૪, ૭-૩૦૬, ૮-૩૨૫, ૯-૩૨૫, ૧૦-૩૨૬

બોલિંગ : સ્ટાર્ક : ૨૬-૫-૭૮-૩, કમિન્સ : ૨૭-૯-૮૦-૨, હેઝલવુડ : ૨૩-૬-૪૭-૧, લિયોન : ૨૭.૧-૪-૭૨-૩, ગ્રીન : ૧૨-૧-૩૧-૦

ઓસ્ટ્રેલિયા બીજો દાવ :

વેડ     એલબી બો. જાડેજા      ૪૦

બર્ન્સ   કો. પંત બો. યાદવ      ૦૪

લાબુસેન        કો. રહાણે બો. અશ્વિન   ૨૮

સ્મિથ   બો. બુમરાહ    ૦૮

હેડ     કો. અગ્રવાલ બો. સિરાજ ૧૭

ગ્રીન    અણનમ ૧૭

પેઈન   કો. પંત બો. જાડેજા     ૦૧

કમિન્સ અણનમ ૧૫

વધારાના               ૦૩

કુલ     (૬૬ ઓવરમાં ૬ વિકેટે) ૧૩૩

પતન  : ૧-૪, ૨-૪૨, ૩-૭૧, ૪-૯૮, ૫-૯૮, ૬-૯૯

બોલિંગ : બુમરાહ : ૧૭-૪-૩૪-૧, યાદવ : ૩.૩-૦-૫-૧, સિરાજ : ૧૨.૩-૧-૨૩-૧, અશ્વિન : ૨૩-૪-૪૬-૧, જાડેજા : ૧૦-૩-૨૫-૨

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here