બોયફ્રેન્ડ સાથે ફોટા લિક કરવા ધમકી આપી પાંચ લાખ માગ્યા

0
31
Share
Share

પેનડ્રાઈવમાં છોકરીએ પોતાના બોયફ્રેન્ડ સાથેના વીડિયો કોલ તેમજ ચેટના સ્ક્રીનશોટ પણ સેવ કરીને રાખ્યા હતા

ભોપાલ, તા. ૩૦

ભોપાલની એક એલએલબી સ્ટૂડન્ટ પોતાના દોસ્તો સાથે દિલ્હી જઈ રહી હતી ત્યારે તેની એક પર્સનલ પેન ડ્રાઈવ ચોરાઈ ગઈ, જેમાં તેના બોયફ્રેન્ડ સાથેના ખૂબ જ પર્સનલ કહી શકાય તેવા ફોટોગ્રાફ્સ અને વિડીયો હતા.

પેનડ્રાઈવમાં છોકરીએ પોતાના બોયફ્રેન્ડ સાથેના વિડીયો કોલ તેમજ ચેટના સ્ક્રીનશોટ પણ સેવ કરેલા હતા. આ ઉપરાંત, તેમાં બીજો પણ કેટલોક એવો ડેટા હતો કે જેના આધારે પેન ડ્રાઈવ જેના હાથમાં આવી તે વ્યક્તિએ ગમે તેમ કરીને છોકરીનો ફોન નંબર મેળવી લીધો. બસ અહીંથી જ એ ખેલ શરુ થયો જેનો છોકરીને ડર હતો. તે શખ્સે છોકરીને વારંવાર ફોન કરીને હેરાન કરવાનું ચાલુ કર્યું. તેણે ધમકી આપી કે જો તેણે પાંચ લાખ રુપિયા ના આપ્યા તો તેના બોયફ્રેન્ડ સાથેના ’અંગત’ ફોટોગ્રાફ્સ આખી દુનિયા જોશે. ડરેલી છોકરીએ બ્લેકમેલરને પોતાના બોયફ્રેન્ડનો નંબર આપીને તેની સાથે વાત કરવા કહ્યું. છોકરી પાસેથી પૈસા મળે તેમ નથી તેવું લાગતા બ્લેકમેલરે તેના બોયફ્રેન્ડને ફોન લગાવ્યો, અને તેને જણાવ્યું કે જો તેને પોતાની અને ગર્લફ્રેન્ડની ઈજ્જત બચાવવી હોય તો પાંચ લાખ રુપિયા આપી દે. જો રુપિયા ના મળ્યા તો પેનડ્રાઈવમાં રહેલા પર્સનલ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાશે તેવી ધમકી પણ છોકરીના બોયફ્રેન્ડને અપાઈ. બ્લેકમેલરના ઉપરાછાપરી ફોન-ધમકીથી કંટાળેલા યુવતીના બોયફ્રેન્ડે આખરે આ મામલે ભોપાલના બાગ સેવાનીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ખંડણી તેમજ ગુનાઈત ઈરાદા સહિતના આરોપ હેઠળ ફરિયાદ નોંધી બ્લેકમેલરના ફોન નંબરના આધારે તેની શોધખોળ શરુ કરી છે. પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજીવ ચોકસેના જણાવ્યા અનુસાર, ફરિયાદી યુવક પણ એલએલબીનો અભ્યાસ કરે છે. ૪ જાન્યુઆરીના રોજ તે પોતાની ગર્લફ્રેન્ડ તેમજ અન્ય મિત્રો સાથે મથુરા ગયો હતો, તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ઢાબા પર જમવા માટે રોકાયા હતા, અને તે વખતે તેમની બેગ્સ ટેબલની બાજુમાં જ મૂકી હતી. તેમાંની એક બેગમાં પેન ડ્રાઈવ હતી. આ પેન ડ્રાઈવ તે જ જગ્યાએથી ચોરાઈ હોવાની શંકા પણ ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here