બોયકોટ ચાઈનાના એલાન વચ્ચે પણ ચીન બન્યુ ભારતનુ ટોપ ટ્રેડ પાર્ટનર

0
23
Share
Share

બીજિંગ,તા.૨૩

સીમા પર ચાલી રહેલા તનાવના પગલે ભારતમાં ચીનની પ્રોડક્ટસના બોયકોટનુ એલાન થયુ હતુ.એ પછી ભારત સરકાર પણ આત્મ નિર્ભર ભારત અભિયાન શરુ કરી ચુકી છે.

જોકે આ બધાની વચ્ચે વાસ્તવિકતા એ છે કે, હજી પણ ચીન ભારતનુ નંબર વન ટ્રેડ પાર્ટનર છે.ભારતની આયાત માટે ચીન પરની નિર્ભરતા હજી ઘટી હોય તેમ લાગતુ નથી.કારણકે ૨૦૨૦માં ચીન અમેરિકાને પછાડીન ફરી ભારતનુ ટોપ ટ્રેડ પાર્ટનર બની ગયુ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષે ૭૭.૭ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. જોકે ૨૦૧૯ની સરખામણીમાં વેપારનો આંકડો ઓછો છે.તે વખતે ૮૫.૫ અબજ ડોલરનો વેપાર થયો હતો.આમ છતા ચીન હાલમાં ભારતનુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે. બીજી તરફ અમેરિકા અને ભારત વચ્ચે ૭૫.૯ અબજ ડોલરનો વેપાર ૨૦૨૦માં થયો છે.

જોકે ભારત સરકારે ચીન સાથે સરહદ પર વધેલા તનાવ બાદ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે ચીનની સંખ્યાબંધ મોબાઈલ એપ્સને બેન કરી હતી.ચીનના રોકાણના પ્રસ્તાવોને મંજૂરી આપવાની પ્રક્રિયા પણ ધીમી કરી દેવામાં આવી છે.

આમ છતા ભારત હજી પણ ભારે મશિનરી, ટેલિકોમ ઈક્વીપમેન્ટ અને હોમ એપ્લાયન્સીસ એટલે કે ઘર વપરાશના ઉપકરણો માટે ચીન પર ખાસી હદે નિર્ભર છે.આ જ કારણ છે કે, ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ ૪૦ અબજ ડોલર રહી છે. મતલબ કે ભારત ચીન પાસેથી આયાત વધારે કરે છે અને તેના મુકાબલે ભારતની નિકાસ સાવ ઓછી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here