રાણપુર, તા.૧૧
બરવાળા-સાળંગપુર માર્ગ પર આવેલી ખોડીયાર ચોકડી પાસે હોટલ સંચાલકને લીફટ આપી અને નજર ચૂકવી અધવચ્ચે કારમાંથી નીચે ઉતારી રૂા.૧.૧૫ લાખની રોકડ ભરેલુ પર્સ સેરવી લઈ કાર ચાલક સહિત ચાર શખ્સો નાશી છૂટયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બરવાળા તાલુકાના ખાંભડા ગામે રહેતા દિનેશભાઈ મગનભાઈ મકવાણા નામના હોટલ સંચાલકને સારંગપુર જવા માટે બરવાળા ચોકડી પાસે ઉભા હતા ત્યારે કારમાં લીફટ માંગી હતી. કારમાં હોટલ સંચાલક કારની ડ્રાઈવીંગ શીટમાં બેસી ગયા હતા ત્યારે ખોડીયાર મંદિર પાસે પહોચ્યા ત્યારે હોટલ સંચાલક દિનેશભાઈને પાછળ બેસવા માટે કાર ઉભી રાખી ચાલક નાશી છૂટયા હતા બાદ હોટલ સંચાલકે પોતાના થેલાની ચેન ખુલી જોવા મળતા તપાસ કરતા જેમાં રોકડ રકમ રૂા.૧.૧૫ લાખનુ ભરેલુ પર્સ જોવા ન મળતા તેણે આ અંગેની બરવાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગેનો અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મોરબી : બે યુવાનોને માર મારી કારમાં તોડફોડ કરતા ચાર શખ્સો
મોરબીની ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા લાલસિંહ પૃથ્વીસિંહ ચૌહાણે પીપળા ગામે દિવ્યરાજસિંહ દિલુભા ઝાલા, દિપકસિંહ ઝાલા, દિલુભા જામભા ઝાલા અને અભેસિંહ ઝાલા સહિતના શખ્સોએ તેને અને તેના મિત્ર જયદેવસિંહને માર મારી કારમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી લાલસિંહ ચૌહાણના મિત્ર જયદેવસિંહને માર મારનાર શખ્સો પૈકી દિવ્યરાજસિંહ દિલુભા ઝાલાને ગજાનંદ પાર્ક સોસાયટીની મહિલાઓએ માર માર્યો હોય અને તે જયદેવસિંહની ચડામણીથી મહિલાઓએ હુમલો કર્યાનો ખાર રાખી પથ્થરમારો કરી જયદેવસિંહ પર કુહાડી વડે હુમલો કર્યો જ્યારે વચ્ચે પડેલા લાલસિંહ ચૌહાણને પણ માર માર્યાનુ બહાર આવતા પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.