બોટાદઃ વાહન સરખુ ચલાવવા જેવી બાબતે યુવાનને ધમકી, બે રાઉન્ડ ફાયરીંગ

0
56
Share
Share

રાણપુર, તા.૨૩

બોટાદમાં નાગલપર સરકારી શાળા પાસે રહેતા અને ખેતીકામ કરતા જયરાજ ભીમાભાઈ ખાચર નામના ૩૨ વર્ષના યુવાનના ઘરે ગામના જ નાગરાજ નાજભાઈ ધાંધલ, જયરાજ નાજ ધાધલ, જોગીદાસ માત્રા ખાચર અને રવિ માત્રા ખાચર ચારેય યુવાનના ઘરે ધસી જઈ નાગરાજ ખાચર અને જોગીદાસ ખાચરે બે રાઉન્ડ ફાયરીંગ કરી જયરાજ ખાંચરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બોટાદ પોલીસ મથકમાં નોંંધાઈ છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી જયરાજ ખાચર પોતાના બાઈક પર વાડીએ થી ઘરે આવતો હતો ત્યારે નાગરાજ ખાચર યુવાનના બાઈકની નજીકથી ઓવરટેક કરવા જતા યુવાને ઠપકો આપતા સામાન્ય બાબતે મોડી રાતે ચાર શખ્સોએ આવી યુવાનના ઘર પાસે હવામાં  બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાની ધમકી આપી હોવાનું જયરાજ ખાચરે જણાવ્યું હતું. બોટાદ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here