બોટાદઃ પતિના ત્રાસથી પાંચ સંતાનો સાથે ગૃહત્યાગ કરનાર મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી અભયમ્‌ ટીમ

0
19
Share
Share

રાણપુર, તા. ૨૫

ગત તા.૨૨મી જુનના રાત્રીના એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવેલ કે બોટાદ સીટી વિસ્તારમાં અજાણ્યા  એક મહિલા પોતાના પાંચ સંતાનોની સાથે લઈ તેના ઘરેથી બહાર નીકળી ગયેલ છે અને એમાં એક સંતાન પાંચ દિવસનું છે. રાતના સમયમાં આમથી તેમ ફરે છે. મહિલાને ઘટના સ્થળ પર જે લોકો હાજર હતા. એ લોકો હાલ તેમના ઘરે આશ્રય  આપેલ છે, પરંતુ હવે તેમની મદદ માટે ૧૮૧ ટીમની જરુર છે એમ જણાવેલ છે. ૧૮૧ ટીમને કોલ આવતાની સાથે જ તાત્કાલિક કાઉન્સેલર ખુશ્બુ પટેલ, કોન્સ્ટેબલે ઉપાસનાબા તેમજ પાઇલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે દોડી ગયેલ.

ત્યારબાદ પીડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો તેમણે જણાવેલ કે તેમનું મૂળ વર્તન મહારાષ્ટ્ર છે. તેઓ કુટુંબમાં સાથે  બોટાદમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા પણ તેમના પતિ દારુ પીવે અને તેમની સાથે ઝઘડો કરે છે અને ખૂબ માનસિક- શારીરિક ત્રાસ આપતા હોય.. તેથી તેઓ કંટાળી ને તેમના બાળકો સાથે લઈ ને ઘરેથી બહાર નીકળી આવ્યા હતા.અને આ વાતની જાણ તેમના પતિ નો હતી.પીડિત મહિલા એ જણાવેલ કે સવારથી તેમના પાંચ સંતાનોને લઈને આમથી તેમ ફરું છું. પરંતુ હવે મારે મારા ઘરે જાવું છે ત્યારબાદ પીડિત મહિલા કઈ જગ્યા પર મજૂરી કામ કરે છે એ ની પૂછપરછ કરી અને તેમની પાસે થી સરનામું લીધું. પછી જણાવેલ સરનામું ગોતીને પીડિત મહિલા અને તેના પાંચ સંતાનોને સાથે લઈ ને ૧૮૧ ટીમ તેમના પતિના ઘરે ગયા. ત્યારબાદ તેમના પતિ ની સાથે વાતચીત કરી અને ઘટનાની તમામ માહિતી આપી.

તેમના પતિને ખબર જ ની હતી કે તેમના પત્ની તેમના પાંચ સંતાનોને લઈને ક્યાં ગઈ છે. તેમના પતિ ઘણી શોધ કરેલ પરંતુ તેઓને મળેલ નહીં.

પછી ૧૮૧ ટીમ દ્વારા તેમના પતિને સમજાવેલ સલાહ, સૂચના અને માર્ગદર્શન આપી. તેમના વચ્ચે થતા ઝઘડાનું  સમાધાન કરેલ. ત્યારબાદ તેમના પતિએ જણાવેલ કે હવે પછી તેમની પત્ની અને પાંચ સંતાનોનું ધ્યાન રાખશે અને કોઈ પણ તકલીફ નહીં આપે. પછી પીડિત મહિલા અને તેમના પાંચ સંતાનોને તેમના પતિને સોંપ્યો હતા. તેમના પતિએ તેમની પત્ની અને પાંચ સંતાનોને ઘરે સલામત પહોંચ્યા એ બદલ ૧૮૧ ટીમનો આભાર માન્યો  હતો. આમ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટિમ બોટાદ દ્વારા વિખુટા પડેલ પરિવારનું સુખદ મિલન કરાવ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here