બોટાદઃ નકલીનોટ પ્રકરણમાં વધુ એક શખ્સની ધરપકડ

0
12
Share
Share

રાણપુર, તા.૧૬

બોટાદમાં ૬૪૦૦ની કિંમતની ૧૦૦ અને પ૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા યુવાનને સુરતના રત્નકલાકારે આ નોટ મોકલી હોવાનું બહાર આવતાં સુરત એસઓજીએ આ યુવાનને પકડી લીધો હતો.  દોઢ મહિના પહેલા બોટાદ પોલીસે પ૦૦ના દરની ૧ર અને ૧૦૦ના દરની ૪ નકલી નોટ સાથે પ્રવિણ કરશન વાઘેલાને ઝડપ્યો હતો. નકલી નોટ સાથે ઝડપાયેલા પ્રવિણે આ નોટ તેને બોટાદનો વતની અને હાલ સિંગણપોર માધવ ફલેટમાં રહેતો અને રત્નકલાકાર તરીકે નોકરી કરતાં સંજય ઉર્ફે મુન્નો કરશન મોરડિયાએ આપી હોવાનું જણાવ્યું હતું. પહેલા પોતાની પાસે આ નોટ હોવાની પ્રવિણ સાથે વાત કર્યા બાદ આ નોટ બસ મારફત પાર્સલમાં મોકલી હતી. બોટાદ પોલીસને ચકમો આપીને ભાગતા ફરી રહેલા સંજય ઉર્ફે મુન્નાને એસઓજીએ ઝડપી લીધો હતો.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here