બોટાદઃ કતલખાને જતાં ૧૯ અબોલ જીવોને બચાવતી પોલીસ

0
10
Share
Share

બોટાદ, તા.૩૦

બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને તેમના મો. નં. ૯૮૨૪૩ ૯૦૧૩૩ પર રાત્રે ૧૧-૨૫ કલાકે ફોન આવેલ અને જણાવેલ કે એક આઈસર નં. જી.જે.-૧-એચટી – ૪૧૪૩માં ગૌવંશ (અબોલ પશુ) ભરીને બોટાદ તરફ આવી રહ્યા છે.

આ બાતમીના આધારે ગૌરક્ષક સામતભાઈ જેબલીયાએ તાબડતોબ બોટાદ વિસ્તારના પોલીસ કંટ્રોલને જાણ કરા પોલીસવાન બોટાદ- સમઢીયાળા રોડ આવી ગયેલ અને સામતભાઈ પણ બનાવની જગ્યાએ આવી પહોંચેલ તે દરમ્યાન આઈસર નીકળતા પોલીસે ઉભુ રખાવી ચેક કરતા તેમા ક્રુરતાપૂર્વક ૧૯ અબોલ પશુને ઠાંસી ઠાંસીને ભરેલ હોય અને આઈસર ચાલક પાસે કોઈપણ જાતના અબોલ પશુની હેરફેરના આધાર પુરાવા ન હોય અને સરકાર દ્વારા જાહેર કરાયેલ હુકમ રાત્રે ૭ થી સવારના ૫ સુધી ગૌવંશની હેરફેર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવેલ હોય છતા કાયદાનુ ઉલ્લંધન કરી આ આઈસર ચાલક નીકળતા તેને બોટાદ પોલીસ સ્ટેશને લાવી નામ-ઠામ પૂછતા તેનુ નામ સુરેશભાઈ રામજીભાઈ લીંબડીયા (મુ.ભીમડાદ, તા.ગઢડ, જી.બોટાદ) તથા આરોપી નં.૨ શેલાભાઈ મકાભાઈ લામકા (મુ.ભીમડાદ, તા.ગઢડ, જી.બોટાદ) તથા આરોપી નં.૩ લખમણભાઈ વીહાભાઈ ડાભી (મુ.ધ્રુફણીયા, તા.ગઢડ, જી.બોટાદ) ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અબોલ પશુ જીવ નંગ ૧૯ની કિંમત ૧,૯૦,૦૦૦ તથા આઈસરની કિંમત રૂા.૫,૦૦,૦૦૦ કુલ મળી ૭,૯૦,૦૦૦નો મુદામાલ જપ્ત કરી અબોલ જીવોને બોટાદ પાંજરાપોળ ગૌશાળામાં મૂકી આવેલ.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here