બોટાદઃલાઠીદડ ગામે ચાર ખેત શ્રમિકોના મોત જંતુનાશક દવા છાંટતા થયાનું ખુલ્યું

0
29
Share
Share

સારવારમાં રહેલા શ્રમિકને વધુ સારવાર અર્થે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા

રાણપુર તા.૨૬

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે અમૃતભાઈ પ્રભુભાઈ પટેલની વાડીમાં ખેત મજુર તરીકે છોટા ઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામેથી થોડા દિવસ પહેલાં કાંતાબેન ત્રિકમભાઈ નાયક (ઉં.વ.૫૫), ત્રિકમભાઈ કુંઘનભાઈ નાયક (ઉં.વ.૫૮), ફતેસિંગભાઈ લવજીભાઈ બારૈયા (ઉં.વ.૬૦), રતનભાઈ કદુભાઈ નાયક (ઉં.વ.૫૨) અને પ્રવિણભાઈ આવ્યા હતા. જેમાં અચાનક કોઈ કારણોસર તબિયત લથડતા પતિ-પત્ની સહિત ચારના મોત નીપજ્યાં હતા. આ મોત પાછળ જંતુનાશક દવાની અસર થતા પાંચેયને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો અને પ્રવીણભાઈ સિવાય ચારના મોત નીપજ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પ્રવીણભાઈને વધુ સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ગઈકાલે પતિ-પત્ની સહિત ચાર લોકોના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીએમ બાદ મૃતદેહને તેમના સંબંધીઓને સોંપી દેવામાં આવ્યા હતા અને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. બોટાદ ડી.એસ.પી. હર્ષદ મહેતાએ ચારના મોત બાબતે મીડિયાને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લાઠીદડ ગામે અમૃતભાઈ પટેલની વાડીમાં ઘટના બની છે. જેમાં છોટાઉદેપુરના કંઠમૂડવા ગામના ૫ મજૂરો આ વાડીમાં મજૂરી કામ કરતા હતા. ત્યારે ઉભા પાકમાં જંતુનાશક દવાના છંટકાવ સમયે તેની ઝેરી અસર થતા તમામને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેમાં ચાર મોત નીપજ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here