બોક્સિંગ ડે ટેસ્ટઃ ૧૦૦મી ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર બીજો દેશ બન્યો ભારત

0
23
Share
Share

મેલબર્ન,તા.૨૬

ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત ૧૯૪૭માં થઈ હતી અને ત્યારબાદથી સતત જારી છે. આ બંન્ને દેશો વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ ૧૦૦મી ટેસ્ટ છે અને ઓસ્ટ્રેલિયા ભારત વિરુદ્ધ ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર બીજો દેશ બની ગયો છે. આ પહેલા ભારત વિરુદ્ધ ૧૦૦ કે તેનાથી વધુ ટેસ્ટ મેચ રમવાનું ગૌરવ ઈંગ્લેન્ડને પ્રાપ્ત હતું. ભારતીય ટીમે જ્યારે પ્રથમવાર ૧૯૪૭માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમાઈ હતી તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન લાલા અમરનાથ હતા જ્યારે કાંગારૂ ટીમની કમાન સર ડોન બ્રેડમેનના હાથોમાં હતી અને હવે ૧૦૦મી ટેસ્ટ મેચમાં ભારતના કેપ્ટન અંજ્કિય રહાણે છે

તો ઓસ્ટ્રેલિયાન કેપ્ટન ટિમ પેન છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૫મી ટેસ્ટમાં ભારતના કેપ્ટન નવાબ પટૌડી હતા તો ૫૦મી ટેસ્ટમાં કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૭૫મી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનું ગૌરવ અનિલ કુંબલેને હાસિલ થયું તો ૧૦૦મી ટેસ્ટ મેચમાં આ ગૌરવ રહાણેએ હાસિલ કર્યુ છે. તમને જણાવી દઈએ કે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બાદ વિરાટ કોહલી સ્વદેશ પરત ફરી ગયો છે.

ત્યારબાદ અંજ્કિય રહાણેને ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો અને તેને કાંગારૂ ટીમ વિરુદ્ધ ૧૦૦મી ટેસ્ટ મેચમાં આગેવાની કરવાનું ગૌરવ હાસિલ થયુ તો વિરાટ કોહલી તેનાથી ચુકી ગયો. રહાણેએ ૧૦૦મી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સારી આગેવાની કરતા વિરોધી ટીમને ૧૯૫ રન પર આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રહાણે તે પહેલા બે ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા તથા અફઘાનિસ્તાન વિરુદ્ધ ટીમની કમાન સંભાળી ચુક્યો છે. આ બંન્નેમાં ટીમને જીત મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here