બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન ગીરની મુલાકાતે, સાસણમાં કર્યા સિંહ દર્શન

0
23
Share
Share

જૂનાગઢ,તા.૨૦

બૉલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાન બાદ હવે બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન પણ ગીરની મુલાકાતે આવી છે. ૩૩ વર્ષીય અભિનેત્રી ઝરીન ખાને સૌ પહેલા દીવની મુલાકાત લીધી હતી. જે બાદ ઝરીન ગીર આવી હતી. જ્યાં સાસણમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. ઝરીને પોતાના સોશિયલ મીડિયામાં ગીરમાં પોતાની હળવી પળોનો વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે, ઝરીન ખાને ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘વીર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ.

જેમાં તેની સલમાન ખાન સાથે જોડી હતી. આ સિવાય ઝરીન ખાન હૉરર ફિલ્મ ૧૯૨૧માં પણ જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઈ ગઈ હતી. આટલુ જ નહીં, ૨૦૧૭માં આવેલી ઝરીનની ફિલ્મ “અક્સર-૨”એ પણ બોક્સ ઑફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બૉલિવૂડ સાથે ઝરીન ખાને તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે ઝરીન ખાન ગિપ્પી ગ્રેવાલ સાથે પંજાબી ફિલ્મ “ડાકા”માં જોવા મળી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here