બે હજાર રૂપિયામાં કૂટણખાનું ચલાવતા સોની પરિવારને પોલીસે ઝડપી પાડ્યો

0
14
Share
Share

બનાસકાંઠા,તા.૧૨

બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા સોની પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદમા માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને સોની પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, થરાદમાં પંચવટી સોસાયટીમાં પોલીસે કુટણખાનું ઝડપી પાડવા માટે ડુપ્લીકેટ ગ્રાહક બનાવીને બે હજારના દરની નોટ આપીને મકાનમાં મોકલ્યો હતો. જ્યાં પોલીસના ડમી ગ્રાહક મેરાજે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી હતી, ત્યારબાદ રૂમમાં જઈ બહાર નીકળી પોલીસને ઇશારો કરી દેતા, અગાઉથી જ ઇશારાની રાહ જોઈને સાદા ડ્રેસમાં ઉભેલી પોલીસે ઘરમાં પ્રવેશી મુખ્ય સૂત્રધાર લક્ષ્મી ઉર્ફે લચકી હીરાભાઈ લક્ષ્મણ ભાઈ સોની અને તેના દીકરા-દીકરીની અટકાયત કરી હતી.

મકાનની અંદર આવેલા બેડરૂમમાં મંગલી પરેશ અશોકભાઈ ઘોષ (રહે સાહિત્ય પશ્ચિમ બંગાળ હાલ રહે રાજ રેસીડેન્સી સચિન સુરત) નામની ૨૬ વર્ષીય યુવતી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે, લક્ષ્મીબેન નામની મહિલા તેને ફોન કરીને ઘરે બોલાવી પૈસાનું પ્રલોભન આપતા હતા અને બહારથી માણસો બોલાવી પોતાની સાથે શરીરસુખ માણવાના ગ્રાહકો પાસેથી પૈસા લઈ તેમાંથી ઘણા ઓછા પૈસા આપતી હતી. પોલીસને તેની તપાસ કરતા તેની પાસેથી કોઇપણ ચીજવસ્તુ મળી આવી ન હોતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here