બે મહાપુરુષનું ઐતિહાસિક મિલન

0
52
Share
Share

અમેરિકાના શિકાગો શહેરમાં સને ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ અને વિશ્વ ઔદ્યોગિક સેમિનાર યોજાનાર હતા. આ વિશ્વ ધર્મ પરિષદ (૯ સપ્ટે.થી ૨૭ સપ્ટે.)ને શ્રેષ્ઠત્તમ બનાવવા માટે ભારતમાંથી સન્યાસી સ્વામી વિવેકાનંદ સ્ટીમર દ્વારા અમેરિકા જવા નીકળે છે. (ભારતભ્રમણ માટે નીકળેલ સ્વામીજીને ગુજરાત ભ્રમણ દરમ્યાન શિકાગો જવાની પ્રેરણા ગુજરાતે આપેલ) આજ સ્ટીમરમાં ભારતના ઉદ્યોગ જગતના પ્રણેતા ભિષ્મપિતામહ જમશેદજી તાતા વિશ્વ ઔદ્યોગિક સેમિનાર માટે નીકળ્યા છે.

ભારતના સદ્‌ભાગ્યે આ બન્ને મહાપુરુષનું ઐતિહાસિક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક (સન્યાસ અને સાયન્સનો સમન્વય) સંવાદ યોજાય છે એ ઐતિહાસિક અને શ્રેષ્ઠત્તમ દિવસ હતો ૩૧મી મે ૧૮૯૩.

સ્વામીજીએ આ સંવાદ દ્વારા જમશેદજી તાતાના માધ્યમથી ભારતના ઉદ્યોગપતિઓને સમાજના ઉત્થાન માટે એક દૃષ્ટિ આપી. આ પ્રાણવાન સંસ્થાએ ભારતને નોબેલ પારિતોષિક વિજેતા સી.વી. રામન તથા અણુપંચના પ્રણેતા હોમી ભાભા, ઈસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થા)ના પ્રણેતા વિક્રમ સારાભાઈ તેમજ મિસાઈલમેન અબ્દુલ કલામ સાહેબ (પૂર્વ રાષ્ટ્રપતિ) જેવા મહાન વૈજ્ઞાનિકોની ભેટ આપી છે. આ બન્ને મહાપુરુષો અને મે મહિનાની ૩૧મી તારીખને લાખ-લાખ સલામ.

 

આલેખનઃ બી.જી. કાનાણી, પ્રિન્સીપાલ-

ઉમિયાજી મહિલા સાયન્સ કોલેજ-ધ્રોલ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here