બે દિવસ પૂર્વે રાજકોટના ફાર્મ હાઉસમાં ભગાડવા પ્રકરણમાં કોન્સ્ટેબલનો ભોગ લેવાયો : પી.એસ.આઈ.ની બદલી

0
15
Share
Share

ઈન્દોરનાં વોન્ટેડ જીતુ સોની ઝડપાતા સૌરાષ્ટ્રના મોટા માથાને પગ નીચેથી ધરતી સરકી રહી

મઘ્ય પ્રદેશના હાઈપ્રોફાઈલ કેસમાં અનેક રાજકીય અને ઓફીસર લોબીઓને દઝાડશે

રાજકોટ, તા.૨૯

મઘ્ય પ્રદેશના હાઈપ્રોફાઈલ કેસ સહિત અનેક ગુનામાં મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીને પકડવા માટે ઈન્દોર પોલીસે ભીસ વધારી છે. સૌરાષ્ટ્રમાં આશરો મેળવ્યાની બાતમીના આધારે ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી છ ટીમ દ્વારા ઠેર ઠેર દરોડાનો દોર શરૂ કરી સાવરકુંડલા પાસેના ધારગરણા પાસેથી જીતુ સોનીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

માનવ તસ્કર, છેતરપિંડી અને બ્લેક મેઈલીંગ સહિત ૬૭ ગુનામાં સંડોવાયેલા મુળ સૌરાષ્ટ્ર પંથકના જીતુ સોની ઈન્દોર સ્થાયી થઈ ટુંકા સમયમાં જ સારૂ એવું કાઠું કાઢયું હતુ. જીતુ સોનીએ મઘ્ય પ્રદેશના ખુખાર ગુંડા કાલુ ભાટીના ખંભે બેસી ગુંડાગીરીના પાઠ ભણ્યા બાદ ઈન્દોરમાં નલોક સ્વામીથ નામનુ અખબાર હડપ કર્યા બાદ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને બ્લેક મેઈલીંગ કરતા જીતુ સોનીએ માય હોમ સહિત ત્રણ હોટલ અને વૈભવી બંગલો સહિત અબજો રૂપિયાની સ્થાવર મિલકતો આસામી બનેલા જીતુ સોની તેમાં વાઈન શોપ અને ડાન્સ બારમાં ગ્રાહકના સ્વાંગમાં ગરીબ, મજબુર અને લાચાર યુવતીઓને ડાન્સ બારમાં ગોરખધંધામાં ફસાવી યોન શોષણમાં ધકેલી દીધા સહિતની ચોંકાવનારી ઘટનાનો ઈન્દોર પોલીસ દ્વારા પદરફાશ કરવામાં આવ્યો હતો.

મોસ્ટ વોન્ટેડ જીતુ સોની ઈન્દોર પોલીસની ભીસ વધતા ગત ડિસેમ્બર-માસથી રાજકોટ, સાવરકુંડલા સહિત સૌરાષ્ટ્રના જુદા શહેરોમાં આશરો મેળવી છુપાયાની બાતમીના આધારે ઈન્દોર પોલીસની એક ટીમ અમરેલીના સાવરકુંડલા પહોચી જીતુ સોનીના ભાઈ મહેન્દ્ર સોનીને દબોચી લીધો છે. મહેન્દ્ર સોની સાવરકુંડલાના હિંમત સોનીને ત્યાં આશરો મેળવ્યો હતો. મહેન્દ્ર સોની બાદ જીતુ સોનીને સાવરકુંડલાના ધારગરણા પાસેના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવામાં ઈન્દોર પોલીસને સફળતા મળી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here