બે દિવસનાં વિરામ બાદ સૌરાષ્ટ્ર-કચ્છનાં ૫૦ થી વધુ તાલુકામાં વરસાદ

0
32
Share
Share

ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં અઢીથી પાંચેક ઈંચ જેવો મૂશળધાર વરસાદ ત્રાટકયો : રાજકોટમાં સવા ઈંચ

અગામી ૭૨ કલાક દરમ્યાન દરિયાપટ્ટીનાં વિસ્તારોમાં નોંધપાત્ર-મઘ્યમ વરસાદની આગાહી

રાજકોટ, તા.૧૦

છેલ્લા બે દિવસ દરમ્યાન એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ પાડેલા વિરામ બાદ આજે સૌરાષ્ટ્રનાં ૧૫ જેટલા તાલુકામાં મઘ્યમથી ભારે તેમજ ૪૦ તાલુકામાં હળવો વરસાદ નોંધાવા પામેલ છે. આજે ભુજ, સાયલા, ગઢડા સ્વામિના, જાફરાબાદ ત્થા ઉના તાલુકામાં અઢીથી સવા ઈંચ વરસાદ નોંધાયેલ આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર ધ્રોલ તાબાનાં લતિપુર, કાલાવડ તાબાનાં મુરીલા અને જામજોધપુર તાબાનાં વસંતપુર અને મોટા વડીયા આસપાસનાં વિસ્તારોમાં મુશળધાર ૩ થી ૫ ઈંચ જેવો વરસાદ નોંધાયાની વિગતો પ્રાપ્ત થયેલ છે.

બે દિવસનાં વિરામ બાદ આજ બપોરથી મેઘરાજાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પુનઃ પધરામણી કરતા ભૂજ ૬૦ મી.મી., સાયલા ૪૬, ગઢડાસ્વામિના ૪૫, જાફરાબાદ ૩૧, રાજકોટ ૩૦, ઉના ૨૯, ધ્રોલ ૨૮, જામજોધપુર ૨૮, ભાવનગર ૨૧ અને વિછીંયા ૨૦ મી.મી. વરસાદ નોંધાયેલ હતો.

જામનગર જીલ્લાનાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણથી પાંચ ઈંચ જેવો ધોધમાર વરસાદ ત્રાકટવા નદી-નાળાઓ ફરી બે કાંઠે વહેતા થયેલ ધ્રોલ તાબાનાં લતિપુર ત્થા આસપાસનાં વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ જેવો ધોધમાર વરસાદ ખાબકતા ઠેરઠેર ફરી પાણી જોવા મળેલ. તદ ઉપરાંત જામજોધપુર તાલુકાનાં વસંતપુર અને મોટા વડિયા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં અઢીથી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાવા પામ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છનાં ૪૦ જેટલા તાલુકામાં અંદાજે ખંભાળીયા ૧૯, થાનગઢ ૧૯, ભાણવડ ૧૮, માંડવી (કચ્છ) ૧૮, સુત્રાપાડા ૧૮, વાંકાનેર ૧૭, રાજુલા ૧૭, કોડીનાર ૧૭, પડધરી ૧૫, ગીરગઢડા ૧૩, તાલાલા ૧૩, વઢવાણ ૧૨, કાલાવડ ૧૨, ગારીયાધાર ૧૨, ચોટીલા ૧૧, લાઠી ૧૦, મૂળી ૧૦, મોરબી ૮, વંથલી ૮, જોડીયા ૮, લોધિકા ૮, સાવરકુંડલા ૭, કોટડાસાંગાણી ૭, લાલપુર ૬, ભેંસાણ ૬, જૂનાગઢ ૫, લખપત ૪, માંગરોળ ૪, માળીયા હાટીના ૪, ગોંડલ ૪, જસદણ ૪, લખતર ૩, લીંબડી ૩, લીલીયા ૩, વિસાવદર ૩, અબડાસા મી.મી. તેમજ ગાંધીધામ ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.

બે દિવસનાં વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થતા એકંદરે ખેડૂતોમાં ખુશી વ્યાપી રહી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો સવારથી ઝાપટાની આવન જાવન ચાલતી હતી પરંતુ બપોર બાદ સૌરાષ્ટ્ર-કચ્છનાં અનેક સ્થળોએ વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભૂજ, ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, ગઢડાસ્વામિના, જાફરાબાદ, રાજકોટ ઉના અને વેરાવળમાં મઘ્યમ વરસાદ નોંધાયો હતો કેટલાક તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર અઢીથી પાંચેક ઈંચ વરસાદ ખાબકયો હતો.

આગામી ૭૨ કલાક સુધી મઘ્યમ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સર્જાયેલ સાયકલોનિકલ સરકયુલેશનની સ્ટિમ ફરી સક્રિય થતા સૌરાષ્ટ્ર-કચ્છનાં દરીયા કિનારાનાં વિસ્તારોમાંથી હળવાથી મઘ્યમ વરસાદ ત્રાટકવાની સંભાવનાઓ સર્જાયેલ હોવાની હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી વ્યકત કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here