બેસણા-ઉઠમણા, લૌકિકકાર્ય અને પિતૃકાર્ય સહિતની વિધિ બંધ, ભૂદેવોની કફોડી હાલત

0
21
Share
Share

રાજકોટ,તા.૧૫

કોરોના મહામારીએ લોકોના જીવનમાં મોટો બદલાવ લાવી દીધો છે અને હવે મૃત્યુ પછીની ક્રિયામાં પણ કોરોના મહામારીને કારણે મોટો ફેરફાર આવી ગયો છે. બેસણા-ઉઠમણા, લૌકિકકાર્ય, પિતૃકાર્ય સહિતની ધાર્મિક વિધિઓ મોટાભાગના પરિવારો કોરોના સંક્રમણના ભયે કરવાનું ટાળી રહ્યા છે. તેમજ બહેન-દીકરીઓને તેડાવ્યા વગર ઘરમેળે વિધિ પતાવી લેવાના કિસ્સાઓ પણ વધ્યા છે. તેમજ બ્રહ્મ ભોજનની પ્રથા તો જાણે નાબૂદ થઇ ગઇ હોય તેમ મોટાભાગના પરિવારો બ્રાહ્મણોને ‘સીધો’ આપી દઇ વિધિ કર્યાનો સંતોષ માની રહ્યા છે.

હવે બેસણા-ઉઠમણા ફોનમાં કરી લ્યે છે. તેમજ બારમા, તેરમા અને સત્તરમાની વિધિ પણ મોટાભાગના લોકો સગાવહાલાઓને બોલાવ્યા વગર ઘરમેળે કરી લ્યે છે. દાડાનું ભોજન પણ બંધ કરી દેવાયું છે તો બ્રહ્મભોજનની પ્રથા પણ નહીંવત થઇ ગઇ છે. શૈયાદાનની વિધિ પણ ઘરમેળે કરી તેના નિમિત્તે દક્ષિણા આપી વિધિ કર્યાનો સંતોષ મેળવી લેવાય છે.

અગાઉ દાડામાં સગાવહાલા ઉપરાંત જ્ઞાતિજનોને બોલાવવાની પ્રથા હતી. તેના બદલે હવે લોકો દાડો કરતા જ નથી અથવા ઘરમેળે કરી લ્યે છે. બહેન-દીકરી પણ જો બહારગામ રહેતી હોય તો બોલાવવાનું ટાળી રહ્યા છે. છેલ્લા પાંચેક મૃત્યુની ઘટનામાં મુંબઇ, નાગપુર અને લંડન રહેતી બહેન-દીકરીને પરિવારે ન બોલાવી ઘરમેળે વિધિ નિપટાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here