બેલેસ્ડ ફંડને લઇને ચર્ચા

0
21
Share
Share

ડેટ ફંડ અને શેરના મિશ્રણ તરીકે બેલેસ્ડ ફંડ છે
બેલેસ્ડ ફંડના સંબંધમાં કહેવામાં આવે છે કે તે ડેટ ફંડ અને શેરના મિશ્રણ તરીકે છે. શેર અને ડેટ એક સાથે ક્યારેય ઉપર નીચે થતા નથી. એક સંતુલન બનેલુ રહે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં એવુ પણ જોવામાં આવ્યુ છે કે જ્યારે શેરબજારમાં તેજી આવી રહી હતી ત્યારે ડેટ માર્કેટમાં પણ તેજી આવી રહી હતી. આવી સ્થિતીમાં બેલેસ્ડ ફંડની ગણતરીને જ ફટકો પડે છે. બીજી બાબત એ છે કે કેટલા પૈસા શેરમાં રોકવામાં આવશે અને કેટલા પૈસા ડેટમાં લગાવી દેવામાં આવશે તે અંગે તમામ બાબત ફંડ મેનેજર પર આધારિત રહે છે. અલબત્ત કેટલાક ફંડમાં તે અંગે હવે ખુલાસો થવા લાગી ગયો છે. પરંતુ અહી આ બાબત જાણી લેવી જરૂરી છે કે જે ફંડમાં જેટલા વધારે શેર રહેશે તે સ્થિતીમાં જોખમ પણ વધારે રહે છે. સામાન્ય રીતે રોકાણકારોને કહેવામાં આવે છે કે જેટલી લાંબી રોકાણની અવધિ હોય છે તેટલા લાભ વધારે મળે છે. પરંતુ તેની કોઇ પણ ગેરંટી હોતી નથી. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં નફો તો આખરે શેરબજારમાં ઉતારચઢાવ પર જ આધારિત હોય છે. મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગે નિર્ણંય દરેક રોકાણકારો કરી શકે છે. જે ફંડ મેનેજરોની સાથે રોકાણ પર નજર રાખે છે તે બાબત ઉપયોગી રહે છે. ફંડના ટ્રેક રેકોર્ડની સાથે સાથે માત્ર જોખમ લેનારની ક્ષમતા જાણી લે છે તે પણ ઉપયોગી બાબત હોય છે. બજાર છે તો અનિશ્ચિતા છે અને અનિશ્ચિતા છે તો જોખમ છે તે બાબત પણ જાળવાની જરૂર હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here