બેરોજગાર આંદોલનમાંથી યુવરાજસિંહના રાજીનામાં પર બોલ્યા બાંભણિયા

0
28
Share
Share

સરકાર અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે

અમદાવાદ,તા.૧૨

શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહે આંદોલન છોડતા નવો વિવાદ ઉભો થયો છે. આખરે શા માટે યુવરાજસિંહે રાજીનામુ આપ્યું તે અંગે યુવરાજસિંહે જવાબ આપ્યો. ત્યારે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના બીજા સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું છે. બાંભણીયાએ કહ્યું કે, યુવાનોની ભરતી મામલે જાતિવાદનું રાજકારણ ના લાવવું જોઈએ. ૧/૮/૧૮ ના પરિપત્રનો કારણે ભરતીમાં સમસ્યા ન થવી જોઈએ. મામલો હાઇકોર્ટમાં છે. આ સમિતિ કે આંદોલન કોઈ જાતિ કે વર્ગ માટે નથી. તમામ યુવાનો માટે લડત આપી રહ્યા છીએ. અસામાજિક તત્વો અને રાજકીય હિત સાધવા કેટલાક લોકોએ સમિતિ સામે સવાલો ઉભા કર્યા છે. યુવાનોને રોજગાર મળવો જોઈએ,

સમિતિની બેઠક બે દિવસમાં બોલાવીશું. તમામ યુવાનોને સાથે રાખવા માંગીએ છીએ. સરકાર ૮ થી ૧૦ દિવસમાં અમને બોલાવશે. આંદોલન તોડવાની વાત અંગે તેઓએ કહ્યું કે, સરકાર તરફથી આ આંદોલન તોડવાનું કેટલાક લોકો કામ કરી રહ્યા છીએ. યુવરાજસિંહ જાડેજા સાથે વાત થઈ છે, જાતિવાદથી દૂર રાખીને રોજગારી માટે આંદોલન ચલાવતા રહીશું. દરેક સમાજ પોતાના વર્ગ માટે લડત આપે છે,

અમારી માગ છે કે જેમાં કોઈ સમસ્યા નથી એવી ૨૦૧૫, ૧૬ અને ૨૦૧૮ની ભરતીઓ અંગે નિર્ણય સરકાર કેમ નથી લેતી? પ્રવીણ રામે પણ સવાલ ઉભા કર્યા, માગ કરી ૧/૮/૧૮ના પરિપત્રની વાત કરી, એનાથી અમારે પ્રવીણ રામ સાથે કોઈ મનદુઃખ નથી થતું, બસ વાત જાતિવાદના રાજકારણથી દૂર રાખી યુવાનોને રોજગારી મળવી જોઈએ.

જાતિવાદ અને રાજકારણ પ્રવેશતા છોડ્યું સરકારી ભરતી આંદોલનઃ યુવરાજસિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓને લઈને ચાલી રહેલ આંદોલન અચાનક અધવચ્ચે છોડ્યું હતું. જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા આંદોલનની આગેવાની છોડી તેવું યુવરાજસિંહ જાડેજાએ કારણ આપ્યું હતું. ત્યારે શિક્ષિત યુવા બેરોજગાર માટેની લડતના મામલામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સદસ્ય યુવરાજસિંહ જાડેજા સાથે ઝી ૨૪ કલાકે વાતચીત કરી. ભરતી મામલે યુવરાજસિંહે રાજનીતિ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જાતિવાદના મુદ્દાઓ સામે આવતા યુવરાજસિંહ નારાજ છે તેવુ તેઓએ જણાવ્યું. ચૂંટણીના કારણે ભરતી મામલે પણ જાતિવાદ ઉભો કરાઈ રહ્યો હોવાની વાત યુવરાજસિંહે કરી. તેઓએ મોટા આરોપ મૂકતા કહ્યું કે, સરકારના જ કેટલાક આગેવાનો જાતિવાદનો મુદ્દો ઉછાળવા માંગે છે,

જેના કારણે સમસ્યા ઉભી થઇ રહી છે. ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે. વોટબેંકની રાજનીતિ ના થવી જોઈએ, પ્રશ્ન યુવાનોની રોજગારીનો છે, જાતિવાદનો નિમિત્ત બનાવ નથી માંગતો. વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી માગ ભરતી પૂર્ણ કરવાની હતી, પરિણામ જાહેર કરવાની માંગ હતી. બેરોજગાર કે ગરીબની કોઈ જાતિ હોતી નથી. કેટલીક જાતિના કહેવાતા આગેવાનો રાજનીતિ રમી રહ્યા છે. યુવાનીની ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ના આપવો જોઈએ. ૧/૮/૧૮ના પરિપત્રના સમાધાનની વાત હતી, રોજગારી માટે જાતિવાદ વચ્ચે ના લાવવું જોઈએ. કેટલાક લોકો ૧/૮/૧૮ના જીઆરને લઈ રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. જીઆર બનાવનાર સાથે વાત કરવી જોઈએ.

જીઆર મુદ્દે ઉકેલ લાવવો જોઈએ, એને મુદ્દો ન બનાવવો જોઇએ. તમામ સમાજના નેતાઓ અને આગેવાનો સાથે બેસીને ૧/૮/૧૮ના પરિપત્ર મુદ્દે સમાધાનકારી ઉકેલ લાવે તે જરૂરી છે. ચૂંટણી આવે એટલે જાતિવાદ ઉભું કરાઈ રહ્યું છે, જે યોગ્ય નથી. આંદોલન ચાલુ જ રહેશે, મુદ્દો યથાવત રહેશે. યુવાનો માટે લડતા રહીશું. હું સમાજનો નેતા કે આગેવાન નથી, વિદ્યાર્થી અને યુવાનોનો આગેવાન છું. અવાજ ઉઠાવતો રહીશ. હાલની પરિસ્થિતિને જોતા આગામી ૨ કે ૩ બેઠક બાદ ઉકેલ આવે તેવી શક્યતા છે, પરંતુ રાજનીતિ ભરતી મામલે ન થવી જોઈએ. હું જાતિવાદ અને રાજકારણથી દૂર રહીશ. સમીકરણ જે બન્યા છે એ જોતાં હવે દૂર રહીશ. બીજી મીટીંગમાં જતા પહેલા વિચારીશ. હાલ સ્પષ્ટ નહીં કહી શકું, પણ યુવાનો સાથે રહીશ, લડતો રહીશ. પરંતુ જાતિવાદની સાથે નહીં રહું, મુદ્દાને ધ્યાનમાં રાખીને લડીશ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here