બેટી નજીકથી વિદેશી દારૂની ૧૪૮૮ બોટલ ભરેલા આઇસર સાથે શખ્સ ઝડપાયો

0
20
Share
Share

રાજકોટ તા. ર૮

રાજકોટ એસ.ઓ.જી ની ટીમે બેટી ગામના પાટીયા પાસેથી આઈશરમાં રકાબીના બોક્સ હેઠળ છુપાવી રાખેલી ૧૪૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે દારૂના આ જથ્થા સાથે હરિયાણાના શખ્સને ઝડપી લીધો હતો.તેની પૂછપરછ કરતા દારૂ રાજસ્થાનથી ભરી ધ્રોલ નજીક લઈ જવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું છે.પોલીસે દારૂ અને રકાબીના બોક્સ સહિત કુલ રૂ.૧૩.૯૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.જણાવા મળતી વિગતો મુજબ, એસ.ઓ.જીના પી.આઈ આર.વાય રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ. સોનારાની રાહબરીમાં ટીમ પેટ્રોલીગમાં હતી.દરમ્યાન હેડ કોન્સ. સમીરભાઇ શેખ તથા પો.કોન્સ. અજીતસિંહ પરમારને મળેલ બાતમીના આધારે રાજકોટ અમદાવાદ લઈવે બેટી ગામના પાટીયા પાસેથી આઈશર ન.યુટી ૫૦બિટી ૯૯૧૪ને અટકાવી તેની તલાશી લેતા તેમા રકાબીના બોક્સમાં છુપાવી રાખેલો અલગ અલગ બ્રાન્‌ડનો રૂ.૬,૦૧,૨૦૦ની કિંમતનો ૧૪૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે દારૂના આ જથ્થા સાથે આજમ આસખાન બારોરા (ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઈવિંગ રહે. બરોડાગામ તા.તાલુડુ જીલ્લો મેવાત રાજય હરીયાણા)ના શખ્સને ઝડપી લઈ દારૂનો જથ્થો, ૪૫૦ રકાબીના બોક્સ અને આઈશર સહિત કુલ રૂ.૧૩,૯૪,૨૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલા હરિયાણાના શખ્સની પૂછતાછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનની લાવ્યો હોવાનું અને આ જથ્થો ધ્રોલ પાસે સપ્લાય કરવાનો હોવાનું જાણવા મળ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here