બેટમાં મુંજાવર બાબતે ચાલતી કાનૂની કાર્યવાહીમાં પ્રતિવાદીને કાયદાની લપડાક

0
16
Share
Share

મીઠાપુર, તા.૨૪

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા મંડળના બેટ ગામે આવેલ પર સૈયદ હાજી દાઉદ શેરશાહ કીરમાણી દરગાહના પ્રમુખ આલી એલીયાશ વાઢાએ ટ્રસ્ટના મુંજાવરને શરાફત દાઉદ મીંયા ફકીરને મુંજાવરી કામમાં અડચણ કરે કે કરાવે નહીં તે સબબની ડેકલેરેશન તેમજ કાયમી મનાઈ હુકમનો દાવો વકફ બોર્ડની પરવાનગી લઈને વકીલ આર.સી.ભાયાણી મારફત અદાલતમાં દાખલ કરેલ અને સમન્સ નોટીસ પ્રતિવાદી શરાફત દાઉદ મીંયાને બજી જતા વકીલ મારફત હાજર થઈને અને આ પ્રકારનો દાવો ચલાવવા સીવીલ કોર્ટને સતા નથી તે અંગે અરજી કરી હતી જે અરજીનીચલી અદાલતે નામંજુર કરતા તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ત્યાં પણ નીચલી અદાલતનો હુકમ કાયમ રાખવામાં આવેલ બાદમાં વચગાળાના મનાઈ હુકમની સુનવણી થતા કોર્ટે વાદી ટ્રસ્ટની તરફેણમાં હુકમ આપેલ આ હુકમથી નારાજ થઈને શરાફત દાઉદ મીંયા બેટવાળાએ ખંભાળીયા કોર્ટમાં રીવીઝન કરેલ હતી જે રીવીઝનમાં પણ નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ ત્યારબાદ તેઓ તરફથી ઓખા કોર્ટમાં પુનઃ હકુમતની તકરાર લઈને જુદી જુદી અરજીઓ આપી હતી અને કામ ચલાઉ મનાઈ હુકમ ચાલુ હોવા છતા મનાઈ હુકમનો ભંગ કરતા હોય તે અંગેની અરજી વાદી તરફથી કોર્ટમાં કરાઈ હતી. આ ત્રણેય અરજીની દલીલ ટ્રસ્ટના વકીલ આર.સી.ભાયાણીએ કરી અદાલતના ચુકાદાઓ રજુ કર્યા હતા. આ ત્રણેય અરજી નીચે ઓખાના જજ બ્રીજેન્દ્રચંદ્ર ત્રીપાઠીએ સંયુક્ત હુકમ કરીને શરાફત દાઉદ મીંયાની અરજીઓ રીજેકટ કરીને દાવાની કાર્યવાહી લંબાણે પાડવા ખોટી અરજીઓ કરેલ જે બદલ રૂા.૨૫ હજાર ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીમાં એક માસમાં જમા કરાવવા હુકમ કરેલ અને પ્રીમાઈસીસની ૧૦૦ મી.ના એરીયામાં કોર્ટની પુર્વ મંજુરી વિના પ્રવેશ ન કરવો તેવો વિશેષ હુકમ કરેલ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here