બેકને ગ્લોઇંગ-સેક્સી બનાવો

0
24
Share
Share

તહેવારની સિઝન જોરદાર રીતે ચાલી રહી છે ત્યારે આ ગાળા દરમિયાન યુવતિઓ અને મહિલાઓ મોટા ભાગે ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવાનુ પસંદ કરે છે. તેમા પણ આપની સાડી, અને લોન્ગ સ્કર્ટના લુક એ વખતે વધારે સેક્સી બની જાય છે જ્યારે તમે બેકલેસ બ્લાઉજ અથવા તો ડીપ કટ બેક ટોપ પહેરવામાં આવે છે. જો કે બેકલેસ બ્લાઉજ પહેરવા અને પોતાના બેકને ફ્લોન્ટ કરતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. આપની પીઠ પણ સેક્સી અને ગ્લોઇંગ નજરે પડે તેની ખાતરી કરવાની જરૂર હોય છે. આના માટે જે રીતે સ્મુથ અને ગ્લોઇંગ ફેસ માટે ફેશિયલ હોય છે તેવી જ રીતે બેક માટે પણ બેક ફેશિયલ હોય છે. જેને બેકિયલ પણ કહેવામાં આવે છે. ફેશિયલ ટેકનિક અને તેના ફાયદાની જરૂર માત્ર આપના ચહેરા અને ગર્દનને જ હોતી નથી બલ્કે આપની પીઠને પણ સ્પેશિયલ કેરની જરૂર હોય છે. ક્લીન સ્મુથ અને બ્લોઇંગ બેક હાંસલ કરવા માટે બ્યુટિશિયન્સ, ફેશિયલ જેવી ટેકનિકનો ઉપયોગ કરીને ખભાથી લઇને લોઅર બેક સુધી કરવામા ંઆવે છે. જેથી દરેક સામાન્ય યુવતિઓ પણ બેકનુ ધ્યાન તહેવારમાં સારી રીતે  રાખી શકે છે. ચહેરા અને ગરદન પર આવતા પરસેવાને તો અમે સરળાથી લુછી શકીએ છીએ પરંતુ પીઠના હિસ્સામાં આવતા પરસેવાને દુર કરવાની બાબત મુશ્કેલરૂપ હોય છે. પીઠમાં પરસેવાને દુશ્મન તરીકે ગણી શકાય છે. કારણ કે પરસેવાના કારણઁ પોર્સ  બંધ થઇ જાય છે. જેના કારણે પીઠમાં એન્કે, રેશેજ અને રેડનેસ  બ્લેકહેડ્‌સ જેવી પરેશાની વધી જાય છે. કેટલીક વખત ટેનિંગના કારણે બેક લુક ખરાબ થઇ જાય છે. સાથે સાથે એક તકલીફદાયક બાબત એ પણ છે કે અમે ઇચ્છીએ તોસ પણ પોતાની રીતે પીઠના દરેક હિસ્સાને સાફ કરી શકવાની સ્થિતીમાં નથી. જેથી આપને નિષ્ણાંતોની મદદ લેવાની જરૂર હોય છે. બંધ થઇ ચુકેલા પોર્સને ખોલવા માટે અને ઓઇલીનેસને ઘટાડી દેવા માટે બ્યુટિશિયનો ક્લીન્જ, માસ્ક અને ટોનનો ઉપયોગ કરે છે. જ્યારે ડ્રાઇ અને રફ બેકની સમસ્યાને દુર કરવા માટે એક્સફોલિએશન અને મોશ્ચરાઇઝિંગનો ઉપયોગ કરવામા ંઆવે છે. આ પ્રકારની ટ્રિટમેન્ટ મારફતે પીઠ પર થનાર ટેનિંગ અને પિગ્મેન્ટેશનની સમસ્યાને દુર કરવામા ંઆવી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here