બેંગ્લોર : લોકડાઉનના સંકેત

0
244
Share
Share
  • બેંગ્લોરમાં કેસો અને મોતનો આંકડો વધી ગયો
  • બેંગલોરમાં કેસોની સંખ્યામાં રોજ ત્રણ આંકડામાં વધારો

બેંગલોર,તા. ૨૪

બેંગલોરમાં કેસો અને મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. આની સાથે જ બેંગલોરમાં દહેશત વધી રહી છે. બેંગલોરમાં દરરોજના આધાર પર કેસો કોવિડ-૧૯ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ સંકેત આપ્યો છે કે જો  કેસોમાં વધારો જારી રહેશે તો બેંગલોરમાં સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે. શહેરમાં કેસોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી અવિરતરીતે વધી રહી છે. જો આ પ્રકારની સ્થિતી રહેશે તો બેંગલોરમાં ફરી વાર લોકડાઉન આવી શકેછે. શહેરમાં કેસી જનરલ  હોસ્પિટલ ની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે સ્થિતી બેંગલોરમાં વણસી રહી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ  યેદીયુરપ્પા સાથે વાતચીત કર્યા બાદ આ સંબંધમાં અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન અને નિષ્ણાંતો સાથે વાતચીત કર્યા બાદ કેટલાક પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. બેંગલોરમાં ૧૦૭ નવા કેસો સપાટીપર આવ્યા છે. દરરોજથી ૧૦૦થી વધારે કેસો છેલ્લા ત્રણ દિવસથી સપાટી પર આવી રહ્યા છે. કર્ણાટકમાં મોતનો આંકડો વધીને ૧૫૦થી ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં લોકડાઉન પાંચ અને ત્યારબાદ રાજ્યમાં અનલોક એેકની શરૂઆત થઇ ચુકી છે. આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ દ્વારા સરકાર પર આરોપો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-૧૯ને લઇને માઠી અસર થઇ રહી છે. માત્ર કર્ણાટક જ નહીં બલ્કે અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. કોવિડ-૧૯ કેસો માટે ડિસ્ચાર્જ  પ્રોટોકોલમાં હાલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા નવા દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા બાદ કર્ણાટક સરકાર પણ આ નિયમો પાળવા માટે કટિબદ્ધ છે. બેંગલોરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. નાગરિકોની મદદ કરવા પગલા લેવામાં આવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here