બેંગ્લોર પોલીસે કન્નડ અભિનેતા દિગનાથ મન્ચલે અને તેની પત્ની આંદ્રિતાને કસ્ટડીમાં લીધા

0
36
Share
Share

મુંબઈ,તા.૧૫

સેન્ડલવુડ ડ્રગ રેકેટ કેસમાં સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (સીસીબી) દ્વારા આરોપીની ધરપકડ ચાલુ છે. આ જ અરસામાં હવે એક સેલિબ્રિટી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લોર પોલીસે કન્નડ ફિલ્મોના ટોચના અભિનેતા દિગનાથ મન્ચલે અને તેની પત્ની આંદ્રિતા રેને કસ્ટડીમાં લીધા છે. બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ચહેરા છે. ૩૬ વર્ષીય દિગનાથ છેલ્લા ૧૫ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. તે કન્નડ ફિલ્મોના ટોચના અભિનેતાઓમાં ગણાય છે. તેણે અત્યાર સુધી ૨૫-૩૦ ફિલ્મોમાં કામ કર્યું છે. ડ્રગ રેકેટમાં તેનું નામ સામે આવવું એ ચોંકાવનારા સમાચાર છે. તેમના સિવાય તેની પત્ની આંદ્રિતા રેની પણ પોલીસે ધરપકડ કરી છે. ૩૦ વર્ષીય આંદ્રિતા કન્નડ સિનેમાની એક જાણીતી વ્યક્તિ છે. તેણે અત્યાર સુધીમાં લગભગ ૩૦ ફિલ્મોમાં કામ કર્યું છે. સેન્ડલવુડ ડ્રગ રેકેટ મામલે અત્યાર સુધીમાં ઘણા સ્ટાર્સના નામ બહાર આવ્યા છે. બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વા પણ બેંગલુરુ પોલીસના સંકજામાં છે. બેંગ્લોરના જોઇન્ટ કમિશનર ક્રાઈમ સંદીપ પાટિલે જણાવ્યું હતું કે ‘હાઉસ ઓફ લાઈવ્સ’ માટે પાસે આવેલ આદિત્ય અલ્વાના ઘર માટે સર્ચ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને ત્યાં તલાશી લેવામાં આવી રહી છે. આદિત્ય અલ્વા વિવેક ઓબેરોયનો સાળો છે અને પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અભિનેત્રી રાગિની દ્વિવેદી સહિત ડ્રગ પેડલરર્સ રવિશંકર, શિવ પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની વગેરેની ધરપકડ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here