બેંગલુરુ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી શોએબ ૧૨ વર્ષે ઝડપાયો

0
30
Share
Share

બેંગ્લુરુ,તા.૨૩

બેંગલુરુ પોલીસની ઓટીએસની ટીમે વર્ષ ૨૦૦૮માં થયેલા બેંગલુરુ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. બેંગલુરુ પોલીસને સીરિયલ બોમ્બ બ્લાસ્ટના ૧૨ વર્ષ બાદ આ સાફળતા સાંપડી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શોએબ નામનો એક વ્યક્તિ સોમવારના રોજ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૦૮માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ સહિત ૧૦ જગ્યાઓ પર સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે ૩૨ આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં શોએબની ધરપકડ થતાની સાથે જ આ મામલામાં કુલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા ૨૩ થઈ ગઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમામે બેંગલુરુ સીરિયલ બ્લાસ્ટમાં શોએબનો રોલ ખૂબ મહત્વનો હતો. પોલીસ આરોપીને રિમાન્ડમાં લઈને આ સિવાય અમદાવાબ અને જયપુર સીરિયલ બ્લાસ્ટમાં પણ તેનો કોઈ રોલ હતો કે નહીં તેની પણ તપાસ કરશે. શોએબ પર ૨૦૦૮માં બેંગલુરુમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના પ્લાનિંગની સાથે-સાથે આતંકવાદીઓને ગન પાવડર અને તેમને રહેવાનું ઠેકાણું શોધી આપવાનો આરોપ છે. આ સાથે જ તેના પર આતંકવાદીઓને ભગાડવામાં મદદ કરવાનો પણ આરોપ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here