બેંગકોક જઇને મોજ મનાવતા પતિ સામે પત્નીની ફરિયાદ

0
15
Share
Share

અમદાવાદ,તા.૨૧
ચીરીપાલ ટેકસટાઇલ લિમિટેડ કંપનીના મેનેજર સામે તેની પત્નીએ જ અનેક પ્રકારના આક્ષેપો કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો નહોતા. પરંતુ તેઓ જ્યારે બેંગકોક અને થાઇલેન્ડ ગયા હતા ત્યારે તેમણે અન્ય યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ બાબતે તેમના મિત્રો સાથે વાત કરતા હતા. ત્યારે આ યુવતીને તે બાબતે જાણ થઈ હતી. એટલું જ નહીં, જ્યારે આ મહિલાના પતિને કરોડોના વ્યવહારો બાબતે લેણદારો ઉઘરાણી કરતા હતા ત્યારે તેની પત્નીએ સહકાર આપ્યો હતો. પરંતુ અન્ય બાબતોને લઇને ઝઘડાં કરી તેને માર પડ્યો હતો. આખરે કંટાળીને આ મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ આક્ષેપો આધારે તપાસ શરૂ કરી છે. શહેરના ઇસનપુરમાં રહેતી ૪૧ વર્ષીય યુવતી છેલ્લા દોઢેક મહિનાથી તેની માતા સાથે રહે છે. તેના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા હતા. લગ્ન બાદ જ્યારે તેને સંતાનને જન્મ આપ્યો ત્યારે તે તેના બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે, તેનો પતિ અવારનવાર ઊંચા અવાજે વાત કરી બોલતો હતો. જેથી આ મહિલાએ તેના પતિને જોરથી બોલવાની ના પાડતાં તે તેને ગાળો બોલી માર મારતો હતો. જોકે સંસાર ન બગડે તે માટે આ યુવતી પતિનો આ ત્રાસ સહન કરતી હતી. ઉલ્લેખનીય છે કે, મહિલાનો પતિ ચીરીપાલ ટેકસટાઇલ લિમિટેડ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર નોકરી કરતો હતો. તેનો ઊંચો પગાર હોવા છતાં પણ તે તેની પત્નીને ઘર ખર્ચ આપતો નહોતો અને પત્ની તથા પુત્રની કોઈ જવાબદારી ન ઉઠાવતો હોવાના આક્ષેપ તેની પત્નીએ કર્યા છે. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ છેલ્લા દશેક વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ રાખતો ન હતો અને વર્ષ ૨૦૧૭માં તેના મિત્રો સાથે બેંગકોક અને થાઈલેન્ડ ફરવા ગયો હતો. બાદમાં ઘરે આવીને મિત્રો સાથે ફોનમાં ફરવા ગયેલા ત્યાં અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા જે બાબતે ચર્ચા તેનો પતિ કરતો હતો. આ વાતો આ યુવતી સાંભળી જતાં તેણે તેના પતિને પૂછ્યું હતું કે, તેઓ તેની સાથે સંબંધ રાખતા નથી અને બહાર જઈને શારીરિક સંબંધ રાખે છે જે યોગ્ય નથી. આ વાત કરતાં જ આ મહિલાનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને આ મહિલાને માર માર તેના કપડા પણ ફાડી નાખ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here