બેંક મર્જરથી મેડિક્લેઇમ પોલિસી ૩૦૦ ટકા સુધી મોંઘી થઇ શકે છે

0
58
Share
Share

મર્જર બાદ બેંકના ગ્રાહકોના એસ્યોરન્સ પાર્ટનર બદલાશે અને ગ્રુપના બદલે વ્યક્તિગત પોલિસી લેવી પડશે : વિજ્યા બેંક ક્રેડિટ કાર્ડ ધારકોને વધુ નુકસાન
નવી દિલ્હી, તા. ૩
દેશની ૧૦ સરકારી બેંકોના મર્જર કરવામાં આવ્યા બાદ હવે આના કારણે આપની મેડિક્લેઇમ પોલીસી ૩૦૦ ટકા સુધી મોંઘી બની શકે છે. બેંકોના મર્જરના કારણે મેડિક્લેઇમ પોલીસીના પ્રિમિયમ ૫૦થી ૩૦૦ ટકા સુધી મોંઘા થઇ શકે છે. બેંકોના મર્જર સાથે મેડિક્લેઇમ પોલીસીને શુ સંબંધ છે તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. જો કે વાસ્તવિકતા એ છેકે બેંકોના મર્જરની સાથે મેડિક્લેઇમ પોલીસીના સીધા સંબંધ રહેલા છે. આ બંને બાબતો પારસ્પરિક રીતે જોરદાર રીતે જોડાયેલી છે. હકીકતમાં મર્જર બાદ બેંકોના ગ્રાહકો ના એશ્યોરન્સ પાર્ટનગર બદલાઇ જશે. જેથી તેમને ગ્રુપના બદલે વ્યક્તિગત પોલીસી લેવાની ફરજ પડશે. આના કારણે સૌથી વધારે નુકસાન વરિષ્ઠ નાગરિકોને થનાર છે. આ પોતાની માસિક ઇનકમ માટે એફડીના વ્યાજ અને પેન્સન પર નિર્ભર હોય છે. હાલમાં મોટા ભાગની સરકારી બેંકો પોતાના બચત બેંક અને ક્રેડિટ કાર્ડ ધારકોને હેલ્ત કવર આપે છે. આ કવર ગ્રુપ મેડિકલેઇમ પોલીસી મારફતે આપવામાં આવે છે. આને આપવામાં બેંક એશ્યોરન્સ પાર્ટનરની મદદ લેવામાં આવે છે. વીમા નિયામક ઇરડાના વર્તમાન નિયમો કહે છે કે દરેક પ્રકારના ઇન્શ્યોરન્સ માટે બેંકની પાસે મા૬ એક બેંક એશ્યોરન્સ પાર્ટનર હોઇ શકે છે. લાઇફ, હેલ્થ અને મોટર કવર આપવામાં આવે છે. આવી રીતે બેંકોના મર્જર થવાના કારણે તેમના વર્તમાન બેંક એશ્યોરન્સ પાર્ટનર ઓછા થઇ જશે. ઇરડા ગ્રુપ હેલ્થ પ્લાનની પોર્ટેબિલિટીની મંજુરી આપતી નથી. જેથી જે બેંકોના મર્જર થયા છે તેમના ગ્રાહકોેેને હવે વ્યક્તિગત મેડિક્લેઇમ પોલીસી ખરીદવાની જરૂર હોય છે. આવનાર સમયમાં જે અન્ય બેંકોના મર્જર કરવામાં આવનાર છે તેને લઇને પણ સરકારી બેંક અધિકારીઓ ચિંતાતર દેખાઇ રહ્યા છે. એક બેંક અધિકારીના સીઇઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે અમારા સ્ટાફને ગ્રાહકોની નારાજગીનો સામનો કરવાની ફરજ પડી શકે છે. આ ગ્રાહકો બેંકો સાથે દશકોથી જોડાયેલા છે. વિજયા બેંક પહેલી એપ્રિલ ૨૦૧૯ના દિવસે બેંક ઓફ બરોડામાં મર્જ થઇ ગઇ હતી. બીઓબીના બેંક એશ્યોરન્સ પાર્ટનર મેક્સ બુપા છે. જ્યારે વિજયા બેંકના યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સમાં અસર થનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બેંકોના મર્જરના કારણે આપની મેડીક્લેઇમ પોલીસી મોંઘી થઇ શકે છે. આના કારણે બેંકોને પણ નુકસાન થઇ શકે છેો. સૌથી વઘારે નુકસાન વરિષ્ઠ નાગરિકોને થનાર છે. દરમિયાન બેંકોના મર્જરના કારણે મેડિક્લેઇમ પોલીસી ૩૦૦ ટકા સુધી મોંઘી થઇ શકે છે. આના કારણે સૌથી પહેલી માર વિજયા બેંકના ૬૪૫૦૦ ક્રેડિટ કાર્ડ ગ્રાહકો પર થનાર છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી તેઓ માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ માત્ર કવર્ડ રહી જશે નહીં. જ્યારે છેલ્લા બે દશકથી તેમને આ કવર આપવામાં આવ્યા હતા. જો આ પોલીસીને વાર્ષિક રિન્યુઅલની સાથે વ્યક્તિગત પોલીસીમાં ફેરવી દેવામાં આવે છે તો પ્રિમિયમમાં ભારે ઉછાળો આવી શકે છે. લોકોને ૭૫૦૦-૧૨૦૦૦ રૂપિયાની પ્રિમિયમમાં જે ગ્રુપ પોલીસી વર્ષોથી મળી રહી હતી તે હવે ૨૨૦૦૦-૭૫૦૦૦ રૂપિયામાં મળશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here