નવી દિલ્હી, તા. ૨૭
અનિલ અંબાણીના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ ની અનેક કંપનીઓ વેચાઈ રહી છે, આવામાં તેમના માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે. બેન્કોના કન્સોર્શિયમે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેન્ક એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે.
એક અગ્રણી ન્યુઝ એજન્સીના જણાવ્યાં મુજબ જીમ્ૈં, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક સામેલ છે. ખબર મુજબ આ બેન્કોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેન્ક એકાઉન્ટને પણ ફ્રોડ ગણાવ્યું છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, ઇર્ઝ્રદ્બ એટલે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સની ૧૦૦ ટકા સબ્સિડરી છે.
અનિલ અંબાણીને આ ઝટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે તેમના ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને દ્ગઝ્રન્એ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી છે. અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. જેને દ્ગઝ્રન્એ મંજૂરી આપી.
રિયાયન્સ જિયો તરફથી અપાયેલા રિઝોલ્યુશન પ્લાન મુજબ રિલાયન્સ જિયો એક પ્રકારે રિલાયન્સ ઇન્ફ્રાટેલનું અધિગ્રહણ કરી લેશે અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના દેશભરમાં ૪૩૦૦૦ ટાવર અને ૧૭૨૦૦૦ કિલોમીટર સુધી બીછાવવામાં આવેલા ફાઈબર લાઈન જિયોને મળી જશે.