બૅન્કોએ ૪૨ લાખ લઘુ એકમો માટે ૧.૬૩ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા

0
9
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૪

બૅન્કોએ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીઝ (એમએસએમઇ) ક્ષેત્ર માટેની ત્રણ લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળ ૪૨ લાખથી પણ વધુ વેપાર એકમોને કુલ ૧.૬૩ લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હોવાનું નાણા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.જોકે, કોવિડ-૧૯ની મહામારી અને એને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે ૧૦મી સપ્ટેમ્બર સુધીમાં પચીસ લાખ એમએસએમઇ યુનિટોને ૧.૧૮ લાખ કરોડ કરતાં વધુ રૂપિયા છૂટા કરવામાં આવ્યા હતા.મે મહિનામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલી ૨૦ લાખ કરોડ રૂપિયાની ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ યોજના હેઠળ છૂટી કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. નાણાં મંત્રાલયે આત્મનિર્ભર અભિયાન હેઠળની વિવિધ યોજનાઓના અમલમાં થયેલી પ્રગતિની વિગત શૅર કરવાની સાથે નિવેદનમાં જણાવ્યું હતું કે ‘૧૦ સપ્ટેમ્બરના રોજના આંકડા મુજબ જાહેર ક્ષેત્રીય બૅન્કો તથા ૨૩ પ્રાઇવેટ બૅન્કોના આંકડા અનુસાર ૪૨,૦૧,૫૭૬ ધિરાણ લેનારાઓને કુલ ૧,૬૩,૨૨૬.૪૯ કરોડ રૂપિયાનું વધારાનું ધિરાણ મંજૂર કરાયું છે. એમાંથી ૨૫,૦૧,૯૯૯ એકમોને ૧,૧૮,૧૩૮.૬૪ કરોડ રૂપિયા છૂટા કરવામાં આવ્યા છે.

નાણાં મંત્રાલયે ઇન્કમ ટૅક્સના રિફંડ સંબંધમાં કહ્યું હતું કે ‘૧ એપ્રિલ, ૨૦૨૦થી ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધીમાં ૨૭.૫૫થી પણ વધુ કરદાતાઓને ૧,૦૧,૩૦૮ કરોડ રૂપિયા મોકલી દેવાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here