બુલેટ ટ્રેન સમયસર દોડાવવા પ્રયાસો

0
18
Share
Share

દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટે સંબંધિત કામો ઝડપથી ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો હજુ પણ માની રહ્યા છે કે પ્રોજેક્ટને નિર્ધારિત સમય કરતા પહેલા પૂર્ણ કરી લેવામાં આવનાર છે. જમીન અધિગ્રહણને લઇને હાલમાં કેટલીક તકલીફ આવી રહી હોવા છતાં પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની યોજના છે. રાજસ્વ પ્રધાન કૌશિક પટેલે ગાંધીનગરમાં કહ્યુ છે કે જમીન અધિગ્રહણ માટેની ૮૦ ટકા કામગીરીને પૂર્ણ કરી લેવામાં આવી છે. ખેડુતોને હજુ સુધી ૨૧૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ૭૧૪ હેક્ટર જમીનની જરૂર છે. જે પૈકી ૫૭૧ હેક્ટર અર્થાત ૮૦ ટકા જમીન માટે અધિગ્રહણની કામગીરીને પૂર્ણકરી લેવામાં આવી છે. કૌશિક પટેલ કહી ચુક્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંમક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર ઝડપી કામ ચાલી રહ્યુ છે. કોઇ દુવિધા દેખાઇ રહી નથી. જમીન અધિગ્રહણની તકલીફના કારણે અલાઇનમેન્ટ બદલી નાંખવાન શક્યતા પર ચર્ચા ચાલી રહી છે. જો કે પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે અલાઇનમેન્ટને લઇને કોઇ તકલીફ નથી. જમીન અધિગ્રહણ માટે ડિસેમ્બર ૨૦૧૮ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કે કેટલીક દુવિધાના કારણે સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. જો આગામી વર્ષના મે મહિના સુધી પણ જમીન મળી જાય છે તો પ્રોજેક્ટ પૂર્ણ રફતાર સાથે આગળ વધશે. કોઇ વિલંબ થવાની શક્યતા હાલમાં તો દેખાતી નથી. પરદા પાછળના કામ ચાલી રહ્યા છે અને તે કામ પૂર્ણ થવા આવ્યા છે. હવે સામાન્ય લોકોને દેખાય તેવા કામ હાથ ધરવામાં આવનાર છે. કેટલાક કામ શરૂ થઇ ચુક્યા છે. દાખલા તરીકે વડોદરામાં ટ્રેનિંગ સેન્ટર પર કામ ચાલી રહ્યુ છે. સાબરમતીમાં ૭૬ હેક્ટર જમીન પર ડેપો બનનાર છે. આ જગ્યાએ જે માળખા છે તે દુર કરવામાં આવી રહ્યા છે. સાબરમતીમાં જ પેસેન્જર ટર્મિનલ બનનાર છે. ટેન્ડર જાર કરવામાં આવી ચુક્યા છે. મુંબઇમાં બનનાર ટનલ માટે ટેન્ડર પણ આગામી વર્ષે બહાર પડી જશે. જાપાને આ પ્રોજેક્ટ માટે ટાર્ગેટ ડિસેમ્બર ૨૦૨૩ રાખ્યુ છે પરંતુ ભારત સરકાર આનાથી પણ પહેલા બુલેટ ટ્રેન દોડાવવા માટે ઇચ્છુક છે. બુલેટ ટ્રેન દોડાવવા માટેની ઇચ્છા ધરાવે છે. કેટલાક જાણકાર લોકો તો કહી રહ્યા છે કે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ સુધી લોકો તેમાં મુસાફરી કરી શકે તે માટે આયોજન કરી રહ્યા છીએ. જાપાને નાણાં આપવા માટેની તૈયારી શરૂઆતમાં જ દર્શાવી હતી. હાલમાં કોઇ કંપની ભારતમાં બુલેટ ટ્‌ેન બનાવતી નથી. જેથી જાપાન કંપનીઓ માટે જ ટેન્ડર જારી કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે સમજુતી થઇ છે તેમાં ટેકનોલોજી ટ્રાન્સફરન પણ વાત છે. ભારતીય કંપનીઓ આ દિશામાં આગળ આવશે તો જાપાન મદદ કરનાર છે. જેથી ભારતમાં પણ બુલેટ ટ્રેન બની શકશે, ટ્રેક ફિટિંગ, ઇલેક્ટ્રિકલ પોલ, ટ્રાન્સફાર્મર જેવી ચીજો એવી છે જે બુલેટ ટ્રેન માટે જરૂરી છે. આ તમામ ચીજોનુ નિર્માણ ભારતમાં જ કરવામાં આવનાર છેલ્‌ બુલેટ ટ્રેન મોદીના મહત્વકાંક્ષ પ્રોજેક્ટ તરીકે ગણવામા ંઆવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને પ્રશ્નો પણ થઇ રહ્યા છે. જમીન અધિગ્રહણના કેટલાક મામલા કોર્ટમાં પહોંચી ગયા છે. જો કે તમામ વિવાદોને સાનુકુળ રીતે ઉકેલીને આ મહાકાય પ્રોજેક્ટ પર આગળ વધવા મનાટે સરકાર ઉત્સુક બનેલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here