બુલેટ ટ્રેન પર ઝડપી કામગીરી

0
17
Share
Share

ગતિ સાથે આગળ વધીશુ નહીં તો પાછળ રહી જઇશુ કારણ કે…
કોરોનાના કારણે પ્રોજેક્ટ પર માઠી અસર : જમીન અધિગ્રહણની કામગીરી હજુ બાકી : ૧.૧૦ લાખ કરોડના ખર્ચથી બુલેટ ટ્રેન ચાલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર પણ કોરોના મહામારીના કારણે માઠી અસર થઇ છે. લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટ પર પણ કામને બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે કોરોના કટોકટી હોવા છતાં પણ તેના પર કામને હવે ઝડપથી આગળ વધારીને પ્રોેજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસ છે. જો કે નિર્ધારિત સમય કરતા વધારે સમય આમાં લાગે તે તો સ્વાભાવિક છે. કારણ કે જમીન અધિગ્રહણને લઇને હજુ કામ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ ભૂમિ પુજન અમદાવાદ સાબરમતી ટર્મિનસ ખાતે કરીને આ ટ્રેન દોડાવવાની પ્રાથમિક પ્રક્રિયાને પૂર્ણ કરી ચુકયા છે. આની સાથે જ હવે ભારતમાં બુલેટ ટ્રેન માટેનો માર્ગ મોકળો થઇ ચુક્યો છે. પાંચ વર્ષમાં જ અમદાવાદ-મુંબઇ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થઇ જાય તેવા પ્રયાસ હવે યુદ્ધના ધોરણે શરૂ થઇ ગયા છે. દેશમાં ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. બુલેટ ટ્રેનની ભારતમાં જરૂર છે કે કેમ તેનીચર્ચા જોરદાર રીતે શરૂ થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસમાં આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર જારી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સુદેશ વર્મા નક્કરપણે માને છે કે ગતિની સાથે હવે આગળ વધીશુ નહી તો પાછળ રહી જઇશુ. બુલેટ ટ્રેન પર પ્રશ્ન ઉઠાવનાર લોકોને આ વાત સમજી લેવાની જરૂર છે કે વિમાનમાં ખુબ ઓછા લોકો મુસાફરી કરી શકે છે. આનો મતલબ એ નથી કે ટ્રેનના સંબંધમાં વિચારણા કરવાની જરૂર જ નથી. જાપાને તો વર્ષ ૧૯૬૪મા ંજ બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી હતી. સુદેશ વર્માનુ કહેવુ છે કે તેમને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ સમય સુધી દેશમાં શાસન કર્યુ હોવા છતાં કેમ તેમના લોકોએ આ દિશામાં વિચારણા કરી ન હતી. અમારા દેશમાં પણ બુલેટ ટ્રેન ચાલી શકે છે તે બાબત કેમ વિચારી ન હતી. હકીકતમાં ગતિ જીવન તરીકે છે. અમે ગતિને રોકી શકીએ નહી. અમારા પૂર્વજો બળદગાડીમાં મુસાફરી કરતા હતા. અમે બાઇક અને સાઇકલથી લઇને વિમાનમાં યાત્રા કરતા થઇ ગયા છીએ. કોઇ પણ ક્ષેત્રમાં કઇ નવી બાબત થાય તો લોકો પ્રશ્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ જે લોકો બુલેટ ટ્રેનને લઇને પ્રશ્ન ઉઠાવે છે તેમની પાસે તેને લઇને વિરોધ માટે કોઇ તર્ક નથી. આવા લોકો માત્ર વિરોધ માટે વિરોધ કરે છે. જ્યારે રેલમાર્ગ પર શતાબ્દી એક્સપ્રેસની શરૂઆત થઇ ત્યારે માત્ર દિલ્હી અને આગરા વચ્ચે દોડાવવામાં આવતી હતી. આજે દેશના મોટા ભાગના રાજ્યો વચ્ચે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દોડે છે. આ બાબત યોગ્ય છે કે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવી ગરીબ વર્ગના લોકોની બસની વાત નથી. પરંતુ આ વર્ગના લોકો તો આજે પણ રેલવેમાં સામાન્ય કોચમાં યાત્રા કરે છે. બુલેટ ટ્રેન પર પ્રશ્ન કરનાર લોકોને આ વાત સમજી લેવાની જરૂર છે કે વિમાનમાં પણ એક વર્ગના લોકો જ મુસાફરી કરે છે. આનો મતલબ એ નથી કે તેજ ગતિ સાથે દોડનાર ટ્રેન અંગે વિચારણા કરવાનુ બંધ કરી દઇએ. જ્યાં સુધી બુલેટ ટ્રેન પર થનાર ખર્ચ અને અન્ય બાબતોનો છે તો જાપાન નહીવત વ્યાજે રકમ આપી રહ્યુછે. જાપાન પાસેથી પહેલા પણ અમે ટેકનિકલ સહકાર મેળવતા રહ્યા છીએ. એક પ્રકારથી બુલેટ ટ્રેન માટે આપવામા ંઆવતી રકમને જાપાન તરફથી એક મિત્રતાની ભેંટ તરીકે ગણી શકાય છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટી અને અન્યો જે બુલેટ ટ્રેનને દેશ પર બોજ ગણાવી રહ્યા છે તે લોકો એટલા માટે કહી રહ્યા છે કે આની ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને મળનાર છે. રેલવે તંત્રને મજબુત કરવાના પ્રયાસ કોંગ્રેસના શાસનમાં થયા હોત તા આજે રેલવે દુર્ઘટના આટલી બધી થઇ ન હોત. વર્તમાન સરકાર તો કોંગ્રેસ પાર્ટી દ્વારા છોડવામાં આવેલા ખાડાને ભરવામાં જ લાગેલી છે. માત્ર અમીર લોકો માટે બુલેટ ટ્રેન લાવાવમાં આવી રહી છે તેવા આક્ષેપ કરનાર લોકો ભુલી જાય છે કે માત્ર મુંબઇથી અમદાવાદ વચ્ચે અંતર બે કલાકની અંદર કાપવાની બાબત કેટલી અચરજ ભરેલી રહેશે. દરેક ભારતીય વ્યક્તિનુ ગૌરવ વધી જશે. ભારત એવા દેશમાં સામેલ થઇજશે જે દેશમાં બુલેટ ટ્રેન દોડી રહી છે. રાજકીય ફાયદા માટે વિરોધ કરનાર લોકોને આના ફાયદા મોડેથી સમજાશે. અમને યાદ રાખવાની જરૂર છે કે દિલ્હીમાં પણ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનો જોરદાર વિરોધ થયો હતો., પરંતુ મેટ્રો આજે દિલ્હીની લાઇફલાઇન સમાન બની ગઇ છે. આ પ્રોજેક્ટને ભૂમિ પૂજન બાદ વર્ષ ૨૦૨૨ સુધી પરિપૂર્ણ કરી લેવામાં આવશે અને વર્ષ ૨૦૨૨માં બુલેટ ટ્રેનને દોડતી કરી દેવામાં આવશે. ૫૦૮ કિલોમીટરના રુટના નિર્માણ પણ એક લાખ કરોડથી વધુની રકમ ખર્ચ થનાર છે. જ્યારે ભારતે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવશે ત્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પોતાની સીટી વગાડી દેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here