બુલઢાણા: બાળકને ગરમ તવા પર ઊભો રાખ્યો, પગના તળિયા દાઝ્‌યા

0
22
Share
Share

પોલીસે પીડિતના મામાની ફરિયાદના આધારે આરોપી સાવકી માતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી

બુલઢાણા,તા.૨૮

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જ્યા એક સાવકી માતા ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ૯ વર્ષના માસૂમ બાળકને ધગધગતા ગરમ તવા ઉપર ઊભો રાખ્યો હતો. જેના કારણે માસૂમના બંને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. માસૂમ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસને ફરિયાદ મળ્યા બાદ આરોપી મહિલા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં જવલાબાજારમાં નવ વર્ષીય માસૂમના દાઝી ગયેલા પગના ફોટો તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જેમાં માસૂમના પગના તળિયા ઉપર પાટા બાંધ્યા છે. માનવામાં આવી રહ્યું કે બાળક પોતાની સાવકી માતા સાથે રહેતો હતો. પરંતુ કોઈ વાતથી નારાજ સાવકી માતાએ માસૂમને ગરમ તવા ઉપર ઊભો કરી દીધો હતો. આ બાબતે પીડિત માસૂમના મામાએ ૨૬ ડિસેમ્બરે બુલઢાણામાં બોરખેડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ભાણિયાની સાવકી માતાએ ગરમ તવા ઉપર ઊભો રાખવાના કારણે ભાણિયાના બંને પગના તળિયા દાઝી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યારે બાળકની સ્થિતિ ખતરાની બહાર છે. તેના બંને પગના તળિયા ગંભીર રીતે દાઝી જવાના કારણે તે અત્યારે ચાલી શકે તેમ નથી. પોલીસે પીડિતના મામાની ફરિયાદના આધારે આરોપી સાવકી માતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેકનિય છેકે અત્યારના જમાનામાં પણ સાવકી માતાઓનો પણ ત્રાસ છાસવારે જોવા મળે છે. પરંતુ મહારાષ્ટ્રમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here