યજમાન ટીમને સસ્તામાં સમેટ્યા બાદ ભારતે પણ મયંકની વિકેટ ગુમાવી, પ્રથમ દિવસે એક વિકેટે ૩૬
મેલબોર્ન, તા. ૨૬
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયનની ટીમ ૧૯૫ રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે ખાતું ખોલાવ્યા વિના જ એક વિકેટ ગુમાવી હતી. જોકે, પ્રથમ દિવસની રમતના અંતે ટીમે ભારતે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવીને ૩૬ રન બનાવી લીધા હતા. શુભમન ગિલ ૨૮ અને ચેતેશ્વર પૂજારા સાત રને રમતમાં હતા.
ભારતીય ઓપનર મયંક અગ્રવાલ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ પેવેલિયનમાં પરત ફર્યો. તે ખાતું પણ ન ખોલાવી શક્યો. મિચેલ સ્ટાર્કે તેને એલબીડબલ્યુ કર્યો.
જસપ્રીત બુમરાહે ૩.૫૦ની ઇકોનોમી સાથે ૫૬ રન બનાવીને ચાર વિકેટ ઝડપી હતી. આસ અશ્વિને ૧.૪૬ની ઇકોનોમી સાથે ૩૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ કરી રહેલા મોહમ્મદ સિરાઝે ૨.૬૭ની ઇકોનોમી સાથે ૪૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. માર્નસ લાબુશેન સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલરોનો સામનો કરી શક્યો ન હતો. લાબુશેને સૌથી વધારે ૪૮ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટ્રેવિસ હેડે ૩૮ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની શરૂઆતથી જ ખરાબ રહી હતી. ટીમે ૩૮ રન પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન જો બર્ન્સ અને સ્ટીવ સ્મિથ ખાતું પણ ન ખોલાવી શક્યા. તેના પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ઈનિંગ સંભાળી અને ચોથી વિકેટ માટે ૮૬ રનની પાર્ટનરશીપ કરી.
સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :
બર્ન્સ કો. પંત બો. બુમરાહ ૦૦
વેડ કો. જાડેજા બો. અશ્વિન ૩૦
લાબુસેન કો. ગિલ બો. સિરાજ ૪૮
સ્મિથ કો. પુજારા બો. અશ્વિન ૦૦
હેડ કો. રહાણે બો. બુમરાહ ૩૮
ગ્રીન એલબી બો. સિરાજ ૧૨
પેઈન કો. વિહારી બો. અશ્વિન ૧૩
કમિન્સ કો. સિરાજ બો. જાડેજા ૦૯
સ્ટાર્ક કો. સિરાજ બો. બુમરાહ ૦૭
લિયોન એલબી બો. બુમરાહ ૨૦
હેઝલવુડ અણનમ ૦૪
વધારાના ૧૪
કુલ (૭૨.૩ ઓવરમાં ઓલઆઉટ) ૧૯૫
પતન : ૧-૧૦, ૨-૩૫, ૩-૩૮, ૪-૧૨૪, ૫-૧૩૪, ૬-૧૫૫, ૭-૧૫૫, ૮-૧૬૪, ૯-૧૯૧, ૧૦-૧૯૫.
બોલિંગ : બુમરાહ : ૧૬-૪-૫૬-૪, યાદવ : ૧૨-૨-૩૯-૦, અશ્વિન : ૨૪-૭-૩૫-૩, જાડેજા : ૫.૩ -૧-૧૫-૧, સિરાજ : ૧૫-૪-૪૦-૨.
ભારત પ્રથમ દાવ :
અગ્રવાલ એલબી બો. સ્ટાર્ક ૦૦
ગિલ અણનમ ૨૮
પુજારા અણનમ ૦૭
વધારાના ૦૧
કુલ (૧૧ ઓવરમાં એક વિકેટે) ૩૬
પતન : ૧-૦
બોલિંગ : સ્ટાર્ક : ૪-૨-૧૪-૧, કમિન્સ : ૪-૧-૧૪-૦, હેઝલવુડ : ૨-૦-૨-૦, લિયોન : ૧-૦-૬-૦