મુંબઈ,તા.૧૮
સિનેમા અને ક્રિકેટની જુગલબંદી ફરી એક વખત જોવા મળી શકે છે. ઇન્ડિય ક્રિકેટર જસપ્રીત બુમરાહનું નામ રાશિ ખન્નાની સાથે પણ જોડાયું હતું. રાશિ મદ્રાસ કેફે જેવી ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે કામ કરી ચુકી છે. પરંતુ હવે તેનું નામ બીજી એક અભિનેત્રી સાથે જોડાઇ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ અભિનેત્રી અનુપમા પરમેશ્વરમને ડેટ કરી રહ્યા છે. અનુપમા સાઉથની ફિલ્મોમાં કામ કરે છે.
બુમરાહ અને અનુપમા એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ઝડપી બોલકે અનુપમાના ઘણા ટિ્વટ પણ લાઇક કર્યા છે. તાજેતરમાં જ, બુમરાહ સાથેના પ્રેમ સંબંધ અંગે પ્રેસ કોન્ફરન્સમાં અનુપમાને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તેણે ડેટિંગનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેણે કહ્યું હતું કે તે બંને સારા મિત્રો છે. ૨૩ વર્ષીય અનુપમાએ દક્ષિણની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૦૧૫ માં રિલીઝ થયેલી પ્રેમમ તરફથી તેને ઘણી ઓળખ મળી, તે બાદ સતામનમ ભવતિ, નટસર્વભૂમા અને વનધિ ઓકાદે જીંદગી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ત્રણ એવોર્ડ પણ જીતી ચુકી છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર બુમરાહ સોશિયલ મીડિયા પર માત્ર અનુપમાને જ ફોલો કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે પણ જોડાઇ ગયું હતું. રાશિ મદ્રાસ કેફે જેવી ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે કામ કરી ચુકી છે.