બુધવારે છે દેવપોઢી અગિયારસ, આવતા પાંચ મહિના સુધી નહીં થાય કોઇ શુભ કામ

0
8
Share
Share

અમદાવાદ તા.૩૦

અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી અગિયારસ પહેલી જુલાઈએ છે અને આ સાથે ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. આ ચાર માસ દરમિયાન શુભ માંગલિક કાર્યો વર્જિત મનાય છે. આ સમયગાળા દરમિયાન લગ્નકાર્ય પણ થતાં હોતાં નથી. હવે ૨૫ નવેમ્બરે દેવઊઠી અગિયારસની સાથે ચાતુર્માસ પૂર્ણ થશે અને સીધાં તે મહિનામાં લગ્નનાં મુહૂર્ત આવશે. ચાલુ વર્ષે આસો અધિક માસ હોવાથી ચાતુર્માસનું અંતર પાંચ મહિનાનું થઇ ગયું છે.ચાતુર્માસના સમય દરમિયાન અનેક જગ્યા પર ધાર્મિક, આધ્યાત્મિક સત્સંગ, ધ્યાન યોગ શિબિર જેવા કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને વિશિષ્ટ નિયમ વ્રત-નિયમોની સાથે ઘણા બધા જાતકો બ્રહ્મચર્યની ઉપાસના કરી અનેકવિધ રીતે અલગ-અલગ ભક્તિમાર્ગ અપનાવે છે. ચાતુર્માસમાં જપ, તપ, દાન, નિષ્ઠાના કર્મ કરવાનું મહત્વ છે. એકાદશીના દિવસે ભગવાનને પીળા વસ્ત્રથી શ્રૃંગાર કરી અને સફેદ રંગના શૈય્યા પર સફેદ રંગના જ વસ્ત્ર ઢાંકીને તેને શયન કરાવવાથી વિશેષ લાભ થાય છે.આ વર્ષે ચાતુર્માસ ચાર નહીં પરંતુ પાંચ મહિનાનો છે. આ વર્ષે ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી અને ૨૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. ચાલુ વર્ષે આસો અધિક માસ હોવાથી આ અંતર પાંચ મહિનાનું થઇ ગયું છે. ૧ જુલાઇએ દેવપોઢી એકાદશી બાદ હવે ૨૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે લગ્નસરાની નવી સિઝન શરૂ થશે. તે વચ્ચે ૨૨ ઓગસ્ટે ગણેશોત્સવનો આરંભ થશે. ૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબરે અધિક માસ છે. ત્યાર બાદ સામાન્ય આસો માસ શરૂ થવાની સાથે નવરાત્રી પર્વ આવશે. આ વર્ષે ગણેશ ચતુર્થી અને નવરાત્રિ પર્વ વચ્ચે દોઢ મહિનાનો સમયગાળો રહેશે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે.હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમામ શુભ અવસર દેવપૂજા વિના કરવામાં આવતા નથી. જેથી દેવપોઢી એકાદશીથી દેવો શયનકક્ષમાં હોવાથી ખાતમુહૂર્ત, ગૃહપ્રવેશ, યજ્ઞોપવિત સંસ્કાર, વેવિશાળ તેમજ લગ્ન જેવા તમામ માંગલિક પ્રસંગોના આયોજન કરવામાં આવતા નથી. આમ બુધવારથી શુભ પ્રસંગોના આયોજન થંભી જશે. દેવ પોઢી એકાદશીથી રોકાયેલા શુભ કાર્યો માટે આ વર્ષે પાંચ મહિના રાહ જોવી પડશે. કારણ કે દિવાળી બાદ કારતક સુદ અગિયારસ એટલે દેવ ઊઠી એકાદશીએ ભગવાન શયનકક્ષમાંથી બહાર આવે ત્યાર બાદ જ મંગળ પ્રસંગોના આયોજન કરવામાં આવે છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here