બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી શારજાહ સ્ટેડિયમમાં રમવાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી IPLન્ની તૈયારીઓ જોઇને ખુશ છે. તેઓ સોમવારે યુએઈના શારજાહ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. કોરોનાને કારણે IPL ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં રમાશે. તમામ ૬૦ મેચ દુબઈ (૨૪), અબુધાબી (૨૦) અને શારજાહ (૧૨)માં થશે. ગાંગુલીએ શારજાહ સ્ટેડિયમમાં બાયો-સિક્યુર વાતાવરણમાં રમવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓ એ ક્રિકેટ મેદાનમાં રમવા માટે ઉત્સુક છે જ્યાં સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં શારજાહ સ્ટેડિયમ ખાતે મોટા પાયે અનેક મોટા કામ કરવામાં આવ્યા છે. તેમાં આર્ટિફિશિયલ છત, રોયલ સ્યુટને અપગ્રેડ કરવા ઉપરાંત કોમેન્ટ્રી બોક્સ અને હોસ્પિટાલિટી બોક્સને કોરોના સંબંધિત નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here