બીસીસીઆઇ આઇપીએલમાં ૨૦,૦૦૦ કોરોના ટેસ્ટ માટે ૧૦ કરોડ ખર્ચશે

0
18
Share
Share

મુંબઇ,તા.૧

ભારતીય ક્રિકેટ બોર્ડ દુબઈમાં યોજાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોરોનાના સંક્રમણના વ્યાપને લઈને સતર્ક છે અને બોર્ડે કોવિડ ૧૯ના ૨૦,૦૦૦ જેટલા ટેસ્ટ માટે રૂ. ૧૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. આઈપીએલમાં ભાગ લેનાર આઠ ફ્રેન્ચાઈઝે ભારતમાં તેમના ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનો ખર્ચ ઉપાડ્યો હતો પરંતુ ૨૦ ઓગસ્ટથી ટીમો યુએઈ ખાતે પહોંચવાનું શરૂ થતા તમામ આરટી-પીસીઆર ટેસ્ટનો ખર્ચ બીસીસીઆઈ ભોગવી રહ્યું છે.

આઈપીએલના એક અધિકારીએ નામ નહીં આપવાની શરત જણાવ્યું કે, અમે યુએઈની વીપીએસ હેલ્થકેરને કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે નિમણૂક કરી છે. કેટલા ટેસ્ટ કરાશે તેની ચોક્કસ સંખ્યા કહેવી મુશ્કેલ છે પરંતુ આશરે ૨૦,૦૦૦ જેટલા ટેસ્ટ થવાની સંભાવના છે. બીસીસીઆઈને એક ટેસ્ટ પાછળ ૨૦૦ એઈડી (દિરહામ)નો ખર્ચ થશે.

યુએઈની હેલ્થકેર કંપનીના ૭૫ જેટલા આરોગ્ય કર્મચારીઓ પણ આઈપીએલ ટેસ્ટિંગ પ્રક્રિયાનો ભાગ છે. બોર્ડ ખેલાડીઓ અને ટૂર્નામેન્ટના તમામ સભ્યોના આરોગ્યની સુરક્ષા માટે ટેસ્ટ પાછળ રૂ. ૧૦ કરોડ ખર્ચશે. ટેસ્ટિંગ કરનાર હેલ્થવર્કર્સને અલગ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એક અલગ બાયો-બબલ રચવામાં આવ્યું છે. હેલ્થકેર કંપનીના ૫૦ આરોગ્યકર્મીઓ ટેસ્ટિંગની કામગીરી કરશે જ્યારે ૨૫ કર્મીઓ લેબ અને ડોક્યુમેન્ટ્‌સની કામગીરી સંભાળશે. જો કે આ અલગ બાયોબબલ અને આરોગ્યકર્મીઓની હોટેલનો ખર્ચ નિયુક્ત કરાયેલી કંપની જ ભોગવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here