બીજી વખત લગ્ન માટે ના પાડતાં સાસરીયાએ વિધાવાની જીભ અને નાક કાપી નાખ્યું

0
13
Share
Share

જેસલમેર,તા.૧૯

પશ્ચિમ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત જેસલમેર જિલ્લામાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે. અહીં બીજી વખત પરણવાની ના પાડવા બદલ એક વિધવા મહિલાનું નાક અને જીભ કાપી નાખવામાં આવ્યું છે. ગંભીર રૂપથી ઘાયલ મહિલાનું જોધપુરમાં ઇલાજ ચાલુ છે. આ કેસ સામે આવ્યા બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. પીડિત મહિલાનાં ભાઇએ આ મામલે સાંકડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. પોલીસ અનુસાર, આ કેસમાં જાગીરોની ઢાણી સાથે જોડાયેલો છે. આ એક વિધવા પર તેનાં સાસરાં પક્ષનાં લોકો એક અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાં દબાણ કરી રહ્યાં હતાં. પણ મહિલા આ માટે તૈયાર ન હતી. આરોપ છે કે,

આ બાદ ગુસ્સે ભરાયેલાં સાસરીયાએ મહિલાનું નાક અને જીભ કાપી નાખ્યું છે. મહિલાની હાલત ગંભીર છે જેને જોધપુર સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી જાનૂ ખાનની ધરપકડ કરી લીધી છે એફઆઈઆરમાં નોંધાયેલાં અન્ય આરોપીની તપાસ ચાલુ છે. તેમનાં સંભવિત ઠેકાણા પર પોલિસ તપાસ કરી રહી પોલીસ માહિતી પ્રમાણે, પીડિતાનાં ભાઇ જગીરોની ઢાણી નિવાસી બસીર ખાન તરફથી દાખલ રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર, તેની બહેનનાં લગ્ન ૬ વર્ષ પહેલાં ઢાણી નિવાસી કોજે ખાન સાથે થયા હતાં. લગ્નનાં એક વર્ષ બાદ કોજે ખાનનું નિધન થઇ ગયુ હતું.

સાસરીયા પક્ષનાં લોકો સાસરાનાં જ અન્ય એક વ્યક્તિ સાથે તેનાં લગ્ન કરવા તેનાં ઉપર દબાણ નાખતા હતાં. પણ તેની બહેન આ માટે તૈયાર ન હતી. આરોપ અનુસાર, મંગળવારની બપોરે ૧ વાગ્યે દુલે ખાન, ઇકબાલ ખાન, હાસમ ખાન, સલિ પત્ની હાસમ ખાન, ફારુખ ખાન, આમ્બે ખાન, લાડૂ ખાન, મનુ ખાન, અનવર ખાન, સલીમ ખાન, જાનૂ ખાન, નેમતે ખાન અને નેવે ખાન જેવાં બે બાઇક અને ૧ ટ્રેક્ટરમાં સવાર થઇને આવ્યાં હતાં. તેમણે એક થઇને પીડિતા પર જીવલેણ હુમલો કર્યો હતો બાદમાં ધારદાર હથિયારથી તેમની બહેનનું નાક અને જીભ કાપી નાંખી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here