બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની અર્ધસદીની લ્હાયમાં રહાણે રનઆઉટ થતા કરાયો ટ્રોલ

0
15
Share
Share

મેલબર્ન,તા.૨૮

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્નમાં ચાલુ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંજકિય રહાણે ૧૧૨ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજા જ્યારે પોતાની અર્ધી સદીની નજીક હતો ત્યારે રહાણેને એક રન ચોરાવવો ભારે પડી ગયો. અંજકીય રહાણે આ રીતે રન આઉટ થયા બાદ સોશ્યલ મીડિયામાં ફેન્સ બહુ નિરાશ થાય અને તેમણે ટિ્‌વટ દ્વારા રવિન્દ્ર જાડેજાને ટ્રોલ કરી દીધો. રહાણે જ્યારે શતક લગાવીને ક્રીઝ પર ઊભા હતા તે વખતે રવિન્દ્ર જાડેજા અર્ધી સદી માટે તેને રન આઉટ થવા માટે ફેન્સ તેને જવાબદાર ગણાવ્યો છે.

જણાવી દઈએ કે અંજકિય રહાણેએ પોતાની ચાલાક કપ્તાની સાથે બેટિંગમાં પણ કમાલ કરી દીધી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્ન ટેસ્ટમાં અંજકિય રહાણેએ ધમાકેદાર અંદાજમાં સદી ફટકારી દીધી છે. અને ભારતીય ટીમને કાંગારુઓ પર લીડ અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કેપ્ટન અંજકિય રહાણે અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ૧૨૧ રનની ભાગીદારી થઈ. રહાણે જો ક્રિઝ પર વધુ રહ્યો હોત તો ભારતની લીડવધારે મોટી બની શકત, પરંતુ ટીમ ઈન્ડિયાનો પહેલો દાવ ૩૨૬ રન પર સમેટાઈ ગયો અને ઓસ્ટ્રેલિયા પર ૧૩૧ રનની લીડ મેળવી લીધી છે.

અંજકિય રહાણેની કેપ્ટનશીપ અને બેટિંગના વખાણ સુનિલ ગાવસ્કરથી લઈને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગ પણ કરી રહ્યા છે. મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે અંજકિય રહાણેએ પોતાની ટેસ્ટ કેરિયરની ૧૨મી સદી ફટકારી છે. આ ઉપરાંત અંજકિય રહાણેની કેપ્ટન્શીપ અને બેટિંગમાં વર્લ્ડ ક્રિકેટમાં ખાસ્સી ચર્ચા જામી રહી છે. પહેલા ટેસ્ટમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમે ધમાકેદાર એન્ટ્રી કરતાં ઓસ્ટ્રેલિયાને તેના જ ગઢ મેલબોર્નમાં દબાણમાં લાવી દીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here