બીજાની લાઇફમાં રસ : રોગોના સંકેત

0
30
Share
Share

સોશિયલ મિડિયાના વધારે પડતા ઉપયોગના કારણે હવે સાયકાઇટ્રિસ્ટની પાસે જતા દર્દીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. આ તમામ લોકોને સોશિયલ મિડિયાના વધુને વધુ ઉપયોગના કારણે કોઇને કોઇ માનસિક બિમારી ચોક્કસપણે થઇ છે. નિષ્ણાંત લોકો પણ સારી રીતે જાણે છે કે કેટલીક વખત તો કેટલાક લોકો માત્ર એટલા માટે એંગ્જાઇટીના ગંભીર સ્તર સુધી પહોંચી જાય છે કે સોશિયલ મિડિયા પર તેમની પોસ્ટને વધારે લોકો લાઇક કરી રહ્યા નથી. સોશિયલ મિડિયાના કારણે થનાર પરેશાની  સામાન્ય રીતે સોશિયલ મિડિયાના કારણે આંખ અને મન સાથે જોડાયેલી પરેશાનીને વધારે ઘેરી નાંખે છે. માનસિક બિમારીની વાત કરવામાં આવે તો ચિંતા, ટેન્સન, એકાલપણુ, બિનસુરક્ષાની ભાવના આના કારણે આવી શકે છે. કેટલાક લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. કેટલીક વખત તો વાત એટલી ગંભીર થઇ જાય છે કે લોકો પોતાની કુશળતા પર શંકા કરવા લાગી જાય છે. સોશિયલ મિડિયાના કારણે એક વધુ માનસિક સમસ્યા પણ સપાટી પર આવે છે. જે છે અન્યોની લાઇફમાં વધારે રસ લેવાની બાબત છે. આને ફિયર ઓફ મિસિંગ આઉટ નામથી પણ ઓળખવામાં આવે છે. આ કારણસર તે પ્રયાસ કરે છે કે વધુને વધુ સમય સોશિયલ મિડિયા પર એક્ટિવ રહે. બીજા લોકો તેમના વોલ્સ પર શુ પોસ્ટ કરી રહ્યા છે તે બાબત જાણવા માટે તે વધુને વધુ એક્ટિવ રહે છે. આ એક શરૂઆત હોય છે. જે ધીમે ધીમે ટેવમાં બદલાઇ જાય છે. આવી સ્થિતીમાં વ્યક્તિ ફિયર ઓફ મિસિંગ આઉટમાં સતત પોતાની સરખામણી બીજા સાથે કરતી રહે છે. તેને લાગવા લાગી જાય છે કે તેની પાસે જે ચીજો છે તે બીજા પાસે નથી. તેને એવુ પણ લાગવા લાગી જાય છે કે તેની પાસે જે કુશળતા છે તે અન્યોની પાસે જે સુવિધા અને કુશળતા છે તેના કરતા ખુબ ઓછી છે. આવી સ્થિતીમાં જો તેના સોશિયલ ગ્રુપમાં કોઇ મોટી સિદ્ધી હાંસલ કરે છે તો ટેન્શન એનેક ગણી વધી જાય છે. આવી સ્થિતીમાં તે પોતાને લો ફિલ કરાવે છે. પોતાને એટલી હદ સુધી લો ફીલ કરાવે છે કે તેમને પોતાની અંદર કોઇ કુશળતા અને વિશેષતા દેખાતી નથી. તેમને એવુ પણ લાગે છે કે તેમની લાઇફ બિલકુલ વ્યર્થ છે. ફિયર ઓફ મિસિંગ આઉટની માનસિકતા અને તે સ્થિતીમાંથી જે લોકો પ્રસાર થઇ રહ્યા છે તે લોકો નાની સમસ્યાને ખુબ મોટી સમસ્યા તરીકે જોવે છે. સોશિયલ મિડિયાના એડિક્શનના કારણે તેમની પોતાની પર્સનલ લાઇફ અને સંબંધો પર નકારાત્મક અસર થાય છે. આ તમામ નાની મોટી બાબતો પર નવી ચીજો શોધીને રિપ્લાય કરવાની શરૂઆત કરે છે. આના કારણે તેમના સંબંધોમાં પણ અંતર આવવાની શરૂઆત થઇ જાય છે. તેમની ઇમજ લડાઇ કરનાર વ્યક્તિ તરીકે બની જાય છે. જેના કારણે તેમની પરેશાની વધારે વધી જાય છે. આ કંપલ્વ ડિઝાયના કારણે તેના કારણે પ્રભાવિત લોકોમાં પોતાની વિશેષતા જતા રહેવાનો ભય પણ રહે છે. આવા લોકોને લાગવા લાગે છે કે તેમની તુલનામાં ઝડપથી આગળ નિકળી રહેલા લોકો તેમની લાઇફમાંથી તેમને ઝડપથી દુર કરી દેશે. આ જ કારણસર તેઓ હમેંશા એક પ્રકારના દબાણનો સામનો કરે છે. જો કોઇ વ્યક્તિ માનવા લાગે છે કે દુનિયા ઝડપથી ભાગી રહી છે અને તેઓ પાછળ છે તો આવુ માનવા માટે કોઇ કારણ નથી. જો મેડિકલ ટર્મની વાત કરવામાં આવે તો ફિયર ઓફ મિસિંગ આઉટ મેન્ટલ રોગ અથવા તો માનસિક બિમારી નથી. બલ્કે એક પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર તરીકે છે. તેને કાઉન્સિલિંગ અને બિહેવિયર થેરાપી મારફતે દુર કરવામાં આવે છે. જો કે આ તમામ બાબત દર્દીની પોતાની સ્થિતી પર આધારિત રહે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાઇકાઇટ્રિસ્ટની સલાહ લેવાની જરૂર હોય છે. તેમને જરૂરી લાગે તો આપને કેટલીક સારી સલાહ તેઓ પોતે આપી શકે છે. તમામ બાબતોને ધ્યાનમાં લઇને આગળ વધવાની જરૂર છે. હવે નવી ચીજ ઉભરીને સપાટી પર આવી છે. બિમારીના લક્ષણ એ વખતે આવે છે જ્યારે બીજાની લાઇફમાં રસ લેવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here