બીજાની પત્નીની તસવીરનું ફેક FBએકાઉન્ટ બનાવી લખ્યું બીભત્સ લખાણ, નોંધાઈ ફરિયાદ

0
18
Share
Share

ન્યુ રાણીપ,તા.૮

શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી પરિણીતાના ફોટો પતિના ફેસબુક એકાઉન્ટમાંથી સ્ક્રિન શોટ લઈ અજાણી વ્યક્તિએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી તેના પર પોસ્ટ કરી દીધા હતા. ફોટો પોસ્ટ કરી તેમાં પતિનો મોબાઈલ નંબર અમે કોલગર્લ તરીકે દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું હતું. પરિણીતાને આ મામલે જાણ થતાં તેણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. ન્યુ રાણીપ વિસ્તારમાં ૩૦ વર્ષીય પરિણીતા રહે છે.

તેના પતિ રાજકોટ ખાતે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા પરિણીતાની મિત્રે તેને જાણ કરી હતી કે પાયલ પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાં તેનો ફોટો, પતિનો મોબાઈલ નંબર અને કોલગર્લ દર્શાવતું બીભત્સ લખાણ લખ્યું છે. જેને લઈ તે એકાઉન્ટ પર તપાસ કરતા પાયલ પટેલના એકાઉન્ટમાં તેના પતિએ તેમના ફેસબુકમાં જે ફોટો મુક્યા હતા, તે જ ફોટોના સ્ક્રિન શોટ પાડી મુકવામાં આવ્યા હતા. જેને લઈ પરિણીતાએ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ કિસ્સો લોકો માટે ચેતવતો કિસ્સો છે. લોકો પોતાના પર્સનલ ફોટો ફેસબુકમાં મુકતા હોય છે. એકાઉન્ટ સિક્યોર ન હોવાના કારણે આવા તત્વો ફોટોના સ્ક્રિન શોટ લઈ લેતા હોય છે. જેથી લોકોએ પોતાનું એકાઉન્ટ હવે સિક્યોર રાખવું જરૂરી છે. ફેસબુકમાં હવે પ્રોફાઈલ પણ સિક્યોર થઈ શકે છે. જેથી પ્રોફાઈલ સિક્યોર કરીને રાખવાથી આવા બનાવ બનતા અટકી શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here