બીગ બી સહિત ૭ લોકોના ગેરકાયદેસર બાંધકામને કોઈ કાર્યવાહી નહિ

0
18
Share
Share

મુંબઈ,તા.૧૧

કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસને માત્ર એક જ દિવસની નોટિસ પર તોડફોડ કરવાની કાર્યવાહીને લઈને બીએમસી ચર્ચામાં છે. જ્યારે બીજી બાજુ અમિતાભ બચ્ચન સહીત ૭ લોકોના ગેરકાયદેસર બાંધકામની કાર્યવાહી મહિનાઓ સુધી લટકાવી રાખ્યા બાદ તેને નિયમિત કરી દેવામાં આવી હતી. તેનો ખુલાસો સાઉથ મનપા દ્વારા આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીને મોકલેલા એક લેટર મારફતે થયો. ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પણ બીએમસીએ એક નોટિસ મોકલી છે.

જાણકારી મુજબ ગોરેગાંવ પૂર્વમાં ૭ બંગલા છે. તેને લઈને અમિતાભ બચ્ચન, રાજકુમાર હિરાણી, ઓબેરોય રિયાલિટી, પંકજ બલાની, હરેશ ખંડેલવાલ, સંજય વ્યાસ અને હરેશ જગતાની જેવા ૭ લોકોને મંજુર પ્લાનમાં મળેલી અનિયમિતતાને પહેલાં જેવી કરવા માટે ૭ ડિસેમ્બર ૨૦૧૬માં નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ લીગલ પ્રોસેસ મે ૨૦૧૭ સુધી ચાલતી રહી.

આરટીઆઈ કાર્યકર્તા અનિલને મોકલાયેલા લેટલમાં દક્ષિણ મનપાએ જણાવ્યું છે કે અમિતાભ બચ્ચન અને અન્ય લોકોના ગેરકાયેદર બાંધકામને લઈને એમઆરટીપી ૫૩(૧) એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેમણે જરૂરી પ્રોસેસ પૂરી કરીને ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવી લીધું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here