બીગ બીની ફેન્સને સોશિયલ મીડિયાથી દિવાળીની શુભેચ્છા

0
20
Share
Share

અમિતાભ આ વખતે પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવાના નથી, બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ

મુંબઈ,તા.૧૪

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. મેગાસ્ટાર ઘણીવાર તેમના પરિવારના સભ્યો અને કો-સ્ટાર્સ સાથેની થ્રોબેક તસવીરો શેર કરતાં રહે છે. તેમણે હાલમાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની જયા બચ્ચન સાથેની અનસીન તસવીર શેર કરી છે. અમિતાભ બચ્ચને પત્ની અને દીકરી શ્વેતા બચ્ચન સાથેની તસવીર શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામના પાઠવી છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ’દિવાળીની શુભકામના. આ તસવીરમાં, કપલને તારામંડળની સાથે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરતું જોઈ શકાય છે. બિગ બીએ સફેદ કુર્તો-પાયજામો પહેર્યો છે જ્યારે જયા સુંદર સાડીમાં ગોર્જિયસ લાગી રહ્યા છે. તેમની દીકરી શ્વેતા બચ્ચન બાજુમાં ઉભી છે અને તેના હાથમાં પણ તારામંડળ છે. તેમણે જેવી આ તસવીર શેર કરી કે તરત જ ફેન્સ પણ તેમને દિવાળીની શુભકામના પાઠવવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું છે કે, હેપી દિવાળી. તો અન્ય એક ફેને લખ્યું છે કે, હેપી દિવાળી સરજી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પોતાના ઘરે દર વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કરે છે. જો કે, આ વખતે તેમણે ઉજવણી રદ્દ કરી છે. અભિષેક બચ્ચને હાલમાં જ એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી કે, કોરોના મહામારી અને પરિવારમાં થયેલા અવાસનના કારણે તેમણે આ વખતની દિવાળી પાર્ટી રદ્દ કરી છે. તેણે કહ્યું હતું કે, આ વર્ષે અમારા પરિવારમાં એક અવસાન થયું છે. મારી બહેન શ્વેતા બચ્ચન નંદાના સાસુ રિતુ નંદાનું આ વર્ષે નિધન થયું છે. આવા સમયમાં (કોરોના કાળ) પાર્ટીનું આયોજન કોણ કરે? દુનિયા હાલ એક મહામારીનો સામનો કરી રહી છે. આપણે શક્ય હોય તેટલું સાવધાન રહેવું જોઈએ. વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ વિકલ્પ છે. આ ઈન્ફેક્શન સામે બચી જવાની કોઈ ગેરંટી નથી. ત્યારે દિવાળી પાર્ટી અને બીજા આવા સામાજિક પ્રસંગો વિશે વિચારવું પણ દૂરની વાત છે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા હતા. ચારેય જણા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here