બીએમસીથી પરેશાન સોનૂ સૂદે ટિ્‌વટ, લખ્યું- ‘મસલા યે ભી હૈ, કોઇ અચ્છા હૈ તો ક્યૂં હૈ?

0
18
Share
Share

મુંબઈ,તા.૧૩

કોરોનામાં લોકડાઉન દરમિયાન હજારો લોકોના મસીહા બનનાર સોનૂ સૂદ હાલ પરેશાન છે. બીએમસી દ્રારા તેમના પર ગેરકાયેદસર નિર્માણનો આરોપ લગાવાયો છે. સોનૂ સૂદે અપ્રત્યક્ષ રીતે સોશિયલ મીડિયા પર તેમની મુશ્કેલી વ્યક્ત કરી છે.

સોનૂએ ટિ્‌વટ કરીને લખ્યું, ‘દુનિયામે મસલા યે ભી હૈ, કોઇ અચ્છા હૈ તો ક્યૂં હૈ’ આ પહેલા પણ સોનૂએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ‘કોઇની મદદ કરવાનું મુહુર્ત ક્યારેય ન હતું અને ક્યારે નહી હોય. જો અત્યારે નહીં તો ક્યારેય નહી’ બીએમસીએ અભિનેતા સોનૂ સૂદ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે કોઇ મંજૂરી લીધા વિના જ ૬ માળની ઇમારતને હોટલમાં બનાવી દીધી. આ મામલે ૭ જાન્યુઆરીએ બીએમસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બીએમસીએ ૨૦૧૯માં સોનૂ સૂદને એક નોટિસ આપી હતી. આ નોટિસને  પગલે સોનૂ સૂદે કોર્ટમાં અરજી કરી હતી જો કે કોર્ટ તેમની અરજી ફગાવી હતી. સોનુ સૂદ  તેમના બચાવ  માટે હવે હાઇકોર્ટના શરણે ગયા છે. બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, ૧૩ જાન્યુઆરી સુધી બીએમસી પર  અભિનેતાના મકાન પરની કોઈપણ કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here